January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

ઓરિસ્‍સા રેલ દુર્ઘટના બાદ નિર્ણય લેવાયો : સુરત, ઉધના, મરોલી, વાપી, વલસાડ, સ્‍ટેશન ઉપર ચકાસણી કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ઓડિશા રેલ દુર્ઘટના બાદ રેલવે તંત્ર સતર્ક બન્‍યું છે. જેને લઈ હવે મુંબઈ અને અમદાવાદ વચ્‍ચે રેલવે દ્વારા કવચ સિસ્‍ટમ લગાવવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્‍ચે કવચ સિસ્‍ટમ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ હવે આગામી ડિસેમ્‍બર સુધીમાં કવચ સિસ્‍ટમ ઈન્‍સટોલ કરાશે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ ઓડિશા રેલ દુર્ઘટના બાદ રેલવે તંત્ર સતર્ક બન્‍યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્‍ચે 522 કિમીનો રેલ રૂટ છે જેને લઈ હાવે આગામી દિવસોમાં પ22 કિ.મી.ના રેલ લાઈન પર રેલવે તંત્ર દ્વારા કવચ સિસ્‍ટમ લગાવાશે. કવચ સિસ્‍ટમ સિગ્નલ ક્રોસ કરવા ઉપર એલર્ટ કરશે તેમજ રેલવે દ્વારા ઈન્‍ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરાશે. જેનો રિપોર્ટ 14 જૂન સુધી કરી દેવાનો આદેશ અપાયો છે.ઓડિશા જેવી ફરી રેલ દુર્ઘટના ના ઘટે તે માટે તમામ સ્‍ટેશનોની ચકાસણી હાથ ધરાશે. મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, ભેસ્‍તાન, મરોલી, નવસારી, વાપી અને વલસાડ જેવા તમામ સ્‍ટેશનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ 522 કીલોમીટર રેલ રૂટ માટે આગામી સમયે રેલવે તંત્ર દ્વારા કવચ સુરક્ષા લગાવાશે. આ સિસ્‍ટમ સિગ્નલ ક્રોસ ઉપર એલર્ટ કરશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

Leave a Comment