April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલીના લેબર વિભાગ દ્વારા ખાનવેલ હાઈસ્‍કૂલ પરિસર ખાતે પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં સ્‍થાનિક યુવાઓના આર્થિક અને સામાજીક સશક્‍તિકરણ માટે ઔદ્યોગિક એકમોના સહયોગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રોજગાર મેળામાં અલગ અલગ કંપનીના 20 જેટલા સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં પ્રદેશના ઉમેદવારોએ રોજગારી મેળવવા માટે 456નું રજીસ્‍ટ્રેશન થયું હતું જેમાંથી 160 લોકોને જગ્‍યા પર જ નોકરી માટેના ઓફર લેટર આપવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત રહેલા 456 નોકરીવાંચ્‍છુઓમાંથી 422 જેટલા ઉમેદવારોને ટેક્‍નીકલી ક્ષેત્રમિકેનિકલ, ઈલેક્‍ટ્રીકલ, સિવિલ તથા ફિટર, ટર્નર વગેરે વ્‍યવસાયલક્ષી યોગ્‍યતા ધરાવનાર વિવિધ ઉદ્યોગોમાં બીજા દૌરમાં તેઓને શૉર્ટલીસ્‍ટ કરવામાં આવેલ છે. આ રોજગાર મેળામાં ખાનવેલના આરડીસી શ્રી હિમાની મીણા, મામલતદાર શ્રી ભાવેશ પટેલ, લેબર ઓફીસર શ્રી મિહિર જોશી, કંપનીઓના પ્રતિનિધિઓ સહિત નોકરીવાંચ્‍છુ લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

Leave a Comment