October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને ખેરગામ તાલુકામાં છેલ્લા દિવસોમાં સતત અવરીત પણે વરસેલા મુશળધાર વરસાદ દરમ્‍યાન માર્ગ મકાન પંચાયતના જ નાના-મોટા 25 થી વધુ માર્ગો પર તથા આ માર્ગો પરના કોઝ-વે, પુલો પર પાણી ફરી વળતા ડૂબી જતાં બે ત્રણ દિવસ વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. બાદમાં પાણી ઓસરતા આ માર્ગો ઉપરાંત પુલ, કોઝ-વે ના એપ્રોચ પર અનેક જગ્‍યાએ ધોવાણ થતા લોકોને પારાવાર મુશ્‍કેલી પડી રહી હતી.
આ દરમ્‍યાન વરસાદે વિરામ લેતાની સાથે જ માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરી યુધ્‍ધના ધોરણે મરામત હાથ ધરવામાં આવી હતી અને મોગરાવાડી તાડ ફળીયા જોઈનિંગ રોડ, માંડવખડક ચીતપાતળ રોડ, કાકડવેરી પાટી રોડ, પાણીખડક મુખ્‍યમાર્ગથી દેસાઈ ફળીયા પીપલખેડને જોડતો રોડ સહિત નાના-મોટા 14-જેટલા માર્ગો આ માર્ગો પર પુલ કોઝ-વે ના એપ્રોચ રોડની મરામત કરી રાબેતા મુજબના વાહન વ્‍યવહાર માટે પુનઃ શરૂ કરી દેવાતા સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી હતી. જોકે રજાના દિવસોમાં પણ વરસાદ દરમ્‍યાન ચીખલી-ખેરગામમાં માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ દ્વારા માર્ગો, કોઝ-વે, પુલો પર પાણી ભરાવાની સ્‍થિતિ પર સતત દેખરેખ રાખવામાંઆવી રહી હતી અને વરસાદ બંધ પડતાની સાથે જ તાત્‍કાલિક માર્ગોની મરામત કરી ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને શકય એટલી ઓછી મુશ્‍કેલી પડે તેની તકેદારી રાખવામાં આવી હતી.

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

સેલવાસઃ ‘આદિવાસી ભવન’ના ભાડાથી છેલ્લા 20 વર્ષમાં રૂા.52 કરોડ 80 લાખથી ડેલકર પરિવારે કરેલો પોતાનો વિકાસઃ યુવા નેતા સની ભીમરાનો ઘટસ્‍ફોટ

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment