(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત સરકાર યુવા અને ખેલ વિભાગ દ્વારા આયોજીત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ કેઆઈવાયજી પાંચમા સંસ્કરણ તા. 31મી જાન્યુઆરી થી 11મી ફેબ્રુઆરી 2023સુધી મધ્યપ્રદેશમાં આયોજીત થનાર છે, જેમા 27 રમત વિષયમાં છોકરા અને છોકરીઓ માટે અંડર-19 વર્ગની હરીફાઈમાં સામેલ છે, જે સંદર્ભે સંઘપ્રદેશ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેવા માટેવાઈલ્ડ કાર્ડ એન્ટ્રી નોંધણી માટે જીલ્લા સ્તરીય પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ જેમા ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 09 ડિસેમ્બરે દમણમાં યુટી લેવલની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં જિલ્લા સ્તર પર પસંદ પામેલ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે. આ પસંદગી પ્રક્રિયામાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિંટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ, ટેનિસ આ રમતના ખેલાડીઓ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેવા માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી નોંધણી માટે પસંદગી કરવામાં આવશે.