1987થી 2019 સુધી યોજાયેલ દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીમાં નારાયણ શ્રીનિવાસ ફૂગ્રો જ દીવ જિલ્લાના અત્યાર સુધીના એકમાત્ર એવા ઉમેદવાર છે કે જેઓ બીજા સ્થાને રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : 30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળતાંદમણ અને દીવ સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા. ભારત સરકારે દમણ અને દીવ માટે લોકસભાની એક બેઠકની ફાળવણી કરી હતી.
લોકસભાની દમણ અને દીવ બેઠકની પેટા ચૂંટણી 7મી નવેમ્બર, 1987ના રોજ યોજાઈ હતી. તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ કલાણભાઈ ટંડેલ(દાદા)ને 17,27 મત મળ્યા હતા. જ્યારે તેમના હરિફ અપક્ષ ઉમેદવાર શ્રી નારાયણ શ્રીનિવાસ ફૂગ્રોને 9,303 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં અન્ય પાંચ ઉમેદવારોએ અપક્ષ દાવેદારી કરી હતી અને તમામની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
શ્રી નારાયણ ફૂગ્રો ગોવા અને દમણ-દીવ વિધાનસભાના સ્પીકર પદે પણ રહી ચુક્યા હતા. 2019 સુધીની દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીમાં 1987ની પેટા ચૂંટણીમાં જ દીવના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા.