June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

વાપીથી તાપી સુધીના માહ્યાવંશી સમાજના અગ્રણીઓ અને દમણના સર્વ સમાજના આગેવાનોએ ઉપસ્‍થિત રહી સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને આપેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની નાની દમણના ડોરી કડૈયા ખાતે માહ્યાવંશી સમાજના હોલમાં શોકસભા યોજવામાં આવી હતી. જેમાં વાપીથી તાપી સુધીના માહ્યાવંશી સમાજના લોકો તથા દમણના સર્વ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભમાં માહ્યાવંશી સમાજના આગેવાન શ્રી મહેશભાઈ આગરિયાએ સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાના જીવન-કવન ઉપરપ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના અધ્‍યક્ષ શ્રી મણિલાલભાઈ કોન્‍ટ્રાક્‍ટર, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, યુવા નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સતિષભાઈ મોડાસિયા, માહ્યાવંશી વિકાસ મંચના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી મનહરભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત દલિત સમાજના નેતા શ્રી વસંતભાઈ પરમાર, સંઘપ્રદેશના નિવૃત્ત ડાયરેક્‍ટર ઓફ પ્રોસિક્‍યુશન શ્રી પી.એસ.મંગેરા, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી વગેરેએ પોતાના વિચારો રજૂ કરી સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તમામ વક્‍તાઓએ સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયએ માહ્યાવંશી સમાજના શિક્ષણ, સંગઠન અને ભાઈચારા માટે પોતાના જીવનપર્યંત કરેલા કામને યાદ કરાયા હતા. શ્રી વિષ્‍ણુભાઈ એફ. દમણિયાએ દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના હોલના નિર્માણ માટે આપેલા યોગદાનની ખાસ નોંધ લેવાઈ હતી. સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાના નામ સાથે દમણ જિલ્લા માહ્યાવંશી હોલનું નામકરણ કરવાનું સૂચન પણ થયું હતું અને એક પુરા કદની પ્રતિમા હોલમાં લગાવવા માટે પણ વિચારો રજૂ થયા હતા.
દરેક વક્‍તાઓએ ભારપૂર્વકજણાવ્‍યું હતું કે, સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાનો ચહેરો હંમેશા હસતો ખિલતો રહેતો હતો. તેમની વિદાયથી ફક્‍ત માહ્યાવંશી સમાજને જ નહીં પરંતુ સર્વ સમાજને ખોટ પડી હોવાની લાગણી પણ પ્રગટ કરાઈ હતી. ખુબ મોટી સંખ્‍યામાં લોકોએ ઉપસ્‍થિત રહી શોકસભામાં સ્‍વ. વિષ્‍ણુભાઈ એફ. દમણિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયાએ ખુબ જ ભાવવાહી શૈલીમાં સુંદર રીતે કર્યું હતું.

Related posts

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment