August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ પંચાયત માર્કેટમાં પાલિકાનું ભાડુ નહી ભરનાર દુકાનદારોની 19 દુકાનોને સીલ કરવામા આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત પંચાયત માર્કેટના દુકાનદારોનું ભાડુ ભરવાનું બાકી હોય તેવા લોકો સામે સેલવાસ પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ ટીમના સહયોગ દ્વારા દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સેલવાસ નગરપાલિકા દ્વારા દાદરા નગર હવેલી નગરપાલિકા અધિનિયમ 2004ની ધારા 142 મુજબ આ દુકાનદારોને નોટિસ આપવામા આવી હતી. જેમાં તેઓને 15 દિવસની અંદર પોતાની બાકી ભાડાની રકમ ભરી જવા માટે નોટિસ આપવામા આવી હોવા છતાં પણ કેટલીક દુકાનદારોએ ભાડાની રકમ જમા નહી કરાવી હતી.
ત્‍યારબાદ ધારા143, દાનહ નગર પાલિકા અધિનિયમ 2004 મુજબ દરેક ભાડુ નહી ભરનારના નામ પર ફોરમ ઓફ વોરંટ 25મી નવેમ્‍બરના રોજ જારી કરવામા આવ્‍યો હતો. જે અંતર્ગત પાલિકા દ્વારા આવી 19 દુકાનોને સીલ કરવામા આવી છે.

Related posts

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment