Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

પ્રિમિયર લીગ-2023ની મેચોમાં વિવિધ 16 ટીમો જોડાઈ : એસ.પી. ડો.ઝાલાના હસ્‍તે શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં આજથી ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગ-6નો પ્રારંભથયો છે. જેમાં જિલ્લાની વિવિધ 16 ટીમો વચ્‍ચે રસાકસીભરી ક્રિકેટ મેચો રમાશે.
વાપી સહિત વલસાડ જિલ્લામાં 2 હજાર ઉપરાંત ટ્રાન્‍સપોર્ટરો છે. આ વ્‍યવસાય સાથે સંકળાયેલ ટ્રાન્‍સપોર્ટર, કર્મચારીઓ એકબીજા સાથે સંકળાય વેપાર-ધંધામાં વૃધ્‍ધિ થાય તેવા સુચારુ હેતુસર વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન છેલ્લા 6 વર્ષથી વી.ટી.એ. પ્રિમિયર લીગનું આયોજન કરે છે. આ વર્ષે વી.ટી.એ.ની છઠ્ઠી-2023 લીગનો આજે મંગળવારે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં આરંભ થયો હતો. જેમાં વિવિધ 16 ટીમના 232 ખેલાડીઓ જોડાયા છે. આ પ્રિમિયર લીગનો શુભારંભ સમારોહ વી.આઈ.એ. હોલમાં યોજાયો હતો. જેનુ ઉદ્દઘાટન જિલ્લા પોલીસ વડા ડો.ઝાલાના હસ્‍તે થયું હતું. સમારંભમાં વી.ટી.એ.ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ, રામસિંહ સારજા, વર્તમાન પ્રમુખ ભરતભાઈ ઠક્કર, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત અગ્રણી ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાયી, વેપારી ઉપસ્‍થિત રહ્યા હતા. અંતિમ ત્રીજા દિવસે સેમિફાઈનલ, ફાઈનલ મેચ યોજાશે જેમાં ખેલાડીઓને વિજેતા ટીમોને ઈનામો વિતરણ કરાશે.

Related posts

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

Leave a Comment