August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

વાપીના અન્‍ય ગેમ ઝોન બંધ કરવાની તાકીદ કરી દેવાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: રાજકોટમાં ટીારપી ગેમ ઝોનમાં આગ લાગવાની બનેલી ગોઝારી ઘટનામાં 30 ઉપરાંત નિર્દોષો આગમાં ભડથુ થઈ ગયા હતા. આ ઘટના બાદ સફાળી જાગેલી સરકારે રાજ્‍યના તમામ ગેમ ઝોન અને જાહેર મેળાઓનું ચેકિંગ કરવાના નિર્દેશો આપ્‍યા હતા. તેની અસર વાપી, વલસાડ અને ધરમપુરમાં પણ થઈ હતી. તમામ ગેમઝોનની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં અનેક ક્ષતિઓ ઉજાગર થવા પામી છે.
રાજ્‍ય સરકારના ઓર્ડર બાદ વાપીમાં ચલા, દમણ રોડ ઉપર કાર્યરત સમર વેકેશન લોક મેળાની પણવહિવટી તંત્રએ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ, વહિવટી તંત્ર, પાલિકા અને ફાયર અધિકારીઓની ટીમે ચલા લોકમેળામાં સર્ચ ઓપરેશન કર્યું હતું. કાર્યવાહી દરમિયાન ફાટર તથા સેફટી અને મેળો ચાલુ કરવાની પરમીશન જેવી બાબતોની તપાસ કરી હતી તે પર્યાપ્ત મળી આવી હતી તેથી વહિવટી તંત્રએ ચલાના લોક મેળાને ચાલુ રાખવાની છૂટ આપી હતી. જો કે જે તે સમયે વાપીના અન્‍ય ક્રીસ વન્‍ડરઝોન સહિત ગેમઝોન પણ તપાસાયા હતા. તેમને તાકીદે બંધ કરી દેવાની સુચના પણ અપાઈ હતી.

Related posts

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

Leave a Comment