(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલીના નરોલી ગામે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામા આવ્યો છે. વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય પૂ.શ્રી હરેશભાઈ ભોગાયતાની ઓજસ્વી વાણી દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે. આજે રવિવારના રોજ બપોરે અઢી વાગ્યે શ્રી ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી અને આ પોથીયાત્રા બાલેશ્વર મહાદેવ મંદિર જ્ઞાનયજ્ઞ સ્થળે પહોંચી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વામન અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો પ્રસ્તુત કરાશે. કથાનો સમય બપોરે 3:00વાગ્યાથી સાંજે 6:00વાગ્યાનો છે. કથા વિરામ 14 જાન્યુઆરી શનિવારના દિવસે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિહર ભાગવત સેવા સમિતિ નરોલી દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.