કંપનીમાં ગત તા.13-2-22ના રોજ વાલ્વની ચોરી કર્યાની શંકાના આધારે કર્મચારી સુનીલ સરોજને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી જી.આઈ.ડી.સી.માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરી કર્યાની શંકા રાખી એક કર્મચારીને ગોંધી રાખી ઢીકામુક્કીનો માર મારી બોઈલરમાં ફેંકી દેવાની ધમકી આપેલ તે બાબતે થયેલ ફરિયાદ બાદ આરોપી વોન્ટેડ હતો. જેને એસ.ઓ.જી.એ પકડી જેલ ભેગો કર્યો છે.
વિગતો મુજબ જી.આઈ.ડી.સી. સ્થિત વાઈટલ કંપનીમાં ગત તા.13-02-22ના રોજ સુનીલ જવાહરલાલ સરોજ રહે.છીરીને કંપનીમાં થયેલ વાલ્વની ચોરી બાબતે મનોજ યમબહાદુર સીંગ રહે.વાપી, ચલા અપનાઘર સોસાયટી શંકરભાઈની બિલ્ડીંગ રૂમ નં.306 અને તેના સાગરીતોએ સુનીલને ઢોરમાર મારી બોઈલરમાં ફેંકી દેવાની ધમકી આપી છોડી દીધો હતો. ઘટનાની વિરૂધ્ધ મનોજ યમબહાદુર સામે ફરિયાદ નોંધાઈ હતી. તે પછી તે વોન્ટેડ હતો. નાસતો ફરતો હતો. તેની તપાસ અને બાતમીના આધારે એસ.ઓ.જી.એ મનોજને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. વધુ તપાસ જી.આઈ.ડી.સી. પોલીસ કરી રહી છે.