Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

પુલ બનાવવાની કામગીરીને લીધે મોટાભાગના વાહનો નૂતન નગર વિસ્‍તારમાં જોખમી અવર જવર કરી રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નૂતન નગર વિસ્‍તારમાં કાર્યરત સરદાર પટેલ યુવક મંડળ પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરીને માંગણી કરી છે કે નૂતન નગર વિસ્‍તારમાં વિવિધ રોડ ઉપર બમ્‍પર તથા સ્‍ટ્રીટ લાઈટ અને ગંદકી જેવી સમસ્‍યાઓનો ઉકેલની માંગણી કરી છે.
વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી ફાટકથી ગુલઝાર ટ્રાવેલ થઈ મોટા ભાગના વાહનો નૂતન નગરમાંથી અવર-જવર કરી રહ્યા છે. તેથી અકસ્‍માત સર્જાઈ શખે તે માટે રોડ ઉપર બમ્‍પર બનાવવાની જરૂરીયાત ઉદ્‌ભવી છે. ટ્રાફિકનું ભારણ રહેતુ હોવાથી લોકો શોર્ટકટથી આવન-જાવન કરી રહ્યા છે. નૂતન નગરના અમુક વિસ્‍તારોની સ્‍ટ્રીટ લાઈટ તથા ગંદકીની સમસ્‍યા પણ છે તેથી સરદાર પટેલ યુવક મંડળે વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓ હલ કરવા માટે પાલિકામાં લેખિત રજૂઆત કરી છે.

Related posts

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment