April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડવાપી

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વૈશ્વિક સ્‍વાધ્‍યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાષાી આઠવલે (પૂજનીય દાદાજી) ની પ્રેરણાથી સ્‍વાધ્‍યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમીનો ઉત્‍સવ એક અનોખી રીતે ઉજવે છે. ભગવાન શ્રીકળષ્‍ણની જયંતી કેવળ મટકી ફોડીને ન કરતાં તેમના વિચાર સમાજના પ્રત્‍યેક વ્‍યક્‍તિ સુધી પહોંચે તે માટે દાદાજીએ યુવાનોને પથનાટયની સંકલ્‍પના આપી. દાદાજીના સુપુત્રી અને સ્‍વાધ્‍યાય કાર્યની ધુરા સંભાળનારા શ્રીમતી ધનશ્રી શ્રીનિવાસ તળવલકર (પૂજનીય દીદીજી) ના માર્ગદર્શનથી પથનાટયના માધ્‍યમમાંથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઈને જાય છે.
આ વર્ષે દેશભરના 20 રાજ્‍યોમાં તેમ જ વિદેશના ઈંગ્‍લેન્‍ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અખાતના દેશો આવા વિવિધ દેશોમાં પણ યુવાનોની અંદાજે 15,000 ટીમ એટલે કે બે લાખથી પણ વધારે યુવાનો ‘સફઈંષરુ ઋદ્ભહ ફુસીંદષ’ આ પથનાટય દ્વારા સૌને વિચાર કરવા માટે પ્રેરિત કરવાના છે. વિવિધ ભાષાઓમાં આ પથનાટય 12 ઓગસ્‍ટથી 19 ઓગસ્‍ટ, 2022 આ સમય દરમ્‍યાન રજૂ કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે કોઈપણ પ્રલોભનો સિવાય પોતાનું શિક્ષણ, નોકરી,વ્‍યવસાય સંભાળીને અને આ બધામાંથી સમય કાઢીને આ યુવાનો પથનાટય ભજવવાના છે. આજે જ્‍યારે ‘અમને તો આવું કંઈ કરવાનો સમય જ નથી હોતો’ એવું બધે સંભળાતું હોય છે, ત્‍યારે તે જ ઉંમરના આવા લાખો યુવાનો આમ ઉત્‍સવ ઉજવવાના છે એ અદભુત વાત છે.
આજે સમાજમાં સર્વત્ર દેખાડાનું વર્ચસ્‍વ છે; આપણા સંબંધો, મૈત્રી, આપણા વ્‍યવહાર આ બધે જ ઠેકાણે એક પ્રકારનો કળત્રિમ દેખાડો, ઢોંગ અને રૂક્ષતા આવેલી દેખાય છે. આવી દેખાડાની દુનિયામાં પણ ઈશ્વરને કેન્‍દ્રસ્‍થાને રાખીને એક નિરપેક્ષ, દૈવી, કોઈ જ દેખાડા વિનાનો સંબંધ નિર્માણ થઈ શકે છે- આ પ્રકારનો એક સંદેશો આ પથનાટય આપે છે. ભગવાન શ્રીકળષ્‍ણે ભગવદ્દગીતામાં કહેલા વિચારો એટલા પ્રભાવી છે કે તે વિચારો જીવનમાં સાકારિત થતાં વ્‍યક્‍તિ, કુટુંબ, સમાજ, રાષ્‍ટ્ર એમ સૌનો ઉત્તરોત્તર વિકાસ શકય છે. માત્ર આવા પ્રભાવી વિચાર યુવાનોને મળતાં નથી, યુવાનો સુધી પહોંચતા જ નથી. કળષ્‍ણના વિચારો મળશે તો આજનો યુવાન પણ કેવળ સ્‍વાર્થી ન બનતાં એક ઉન્નત, કળતજ્ઞ જીવન જીવી શકશે. એવા જ કંઈક વિચાર આ પથનાટય દ્વારા જોવા મળી રહ્યા છે.
મટકીની ઊંચાઈ કેટલી અને કેટલા થર (લેવલ્‍સ) ઊંચી એને બાંધીશું, એના જ પર સ્‍વચ્‍છંદી ચર્ચા અને વાદવિવાદ કરતી વખતેઆપણે શ્રીકળષ્‍ણ ભગવાનની, તેમના વિચારોની અને આ જન્‍માષ્ટમી ઉત્‍સવની ઉંચાઈ કેટલી ઘટાડી નાખીએ છીએ, એનું ભાન સમાજમાં કોઈને પણ રહ્યું નથી; ત્‍યારે સ્‍વાધ્‍યાય પરિવારના યુવાનોનું જન્‍માષ્ટમી નિમિત્તે ભજવાનારું આ પથનાટય, એ આશાનું એક પ્રભાવી કિરણ બનીને પ્રસરી શકશે, એ વાત નક્કી જ છે!!
સમગ્ર વલસાડ જિલ્લામાં 1 ટીમમાં 16 યુવાનો એવી 1100 ઉપરાંત ટીમો વલસાડ, નવસારી તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્‍તારોમાં પ્રત્‍યેક તાલુકામાં અને ગામે ગામ મળી કુલ 8000 ઉપરાંત સ્‍થળોએ પથનાટય કરશે અને ગલીએ ગલીએ, શેરીએ શેરીએ સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી કૃષ્‍ણના વિચારો પહોંચાડી જન્‍માષ્‍ટમીની વિશિષ્‍ટ રીતે ઉજવણી કરશે.

Related posts

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

Leave a Comment