January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

જે તે સમયના સરપંચો, સાંસદ તથા જિલ્લા પંચાયતના અધ્‍યક્ષો અને સમિતિના સભ્‍યોએ નીતિ-નિયમોની કરેલી સરેઆમ ઉપેક્ષાના કારણે આજે પણ પંચાયતી રાજ સિસ્‍ટમ પ્રદેશમાં ઓક્‍સિજન ઉપર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની બારિક નજર ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતના વહીવટ ઉપર રહેતી હોવાથી તેમના માર્ગદર્શન દ્વારા આવતા દિવસોમાં પ્રદેશમાં પંચાયતો વધુ લોકલક્ષી અને ગ્રામલક્ષી બનવાની અપેક્ષા

પોર્ટુગીઝ સલ્‍તનતની 450 વર્ષની ગુલામી બાદ 19મી ડિસેમ્‍બર, 1961ના રોજ આઝાદ થયેલા ગોવા દમણ અને દીવમાં ગ્રામ પંચાયતોની પ્રથમ ચૂંટણી મુક્‍તિના 10 મહિનાની અંદર જ યોજવામાં આવી હતી. જેના કારણે પંચાયતી રાજના મૂળિયાં દમણમાં ઊંડા ગયા હતા.
ભારતના બંધારણના આર્ટિકલ 240 અંતર્ગત રાષ્‍ટ્રપતિએ ગોવા દમણ અને દીવ ગ્રામ પંચાયત રેગ્‍યુલેશન 1962ની ઘોષણા કરી હતી. જેના નીતિ-નિયમ હેઠળ ગોવા દમણ અને દીવમાં ગ્રામ પંચાયતોની પ્રથમ ચૂંટણી 24મી ઓક્‍ટોબર, 1962ના રોજ થઈ હતી. ત્‍યારબાદ વિધાનસભાની ચૂંટણી 1963માં યોજાઈ હતી.
ગોવા દમણ અને દીવમાં સિંગલ ટાયર પંચાયતી સિસ્‍ટમ અસ્‍તિત્‍વમાં હોવાનાકારણે અહીં તાલુકા કે જિલ્લા પંચાયતનું અસ્‍તિત્‍વ નહીં હતું. પરંતુ દરેક ગ્રામ પંચાયતોમાં એક બેઠક મહિલા સભ્‍ય માટે તે વખતથી આરક્ષિત રાખવાનો નિયમ પણ અમલમાં હતો.
દમણમાં લગભગ 1985 સુધી ગ્રામ પંચાયતોની સંખ્‍યા પણ ખુબ જ મર્યાદિત હતી. દાભેલ ગ્રામ પંચાયતનો વિસ્‍તાર કચીગામ સુધી હતો. દમણવાડા અને પરિયારી બંને સાથે ગ્રામ પંચાયતો હતી. તેજ રીતે મગરવાડા અને પટલારા પણ એક જ ગ્રામ પંચાયત હતી. ભીમપોર, વરકુંડ, મરવડ ગ્રામ પંચાયતોનું જ તે વખતે અસ્‍તિત્‍વ હતું.
દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા એક બ્‍લોક એડવાઈઝરી કમીટિના અધ્‍યક્ષની નિયુક્‍તિ કરવામાં આવતી હતી. બ્‍લોક એડવાઈઝરી કમીટિ બ્‍લોક ડેવલપમેન્‍ટ કમીટિ તરીકે પણ ઓળખાતી હતી. લાંબા સમય સુધી બ્‍લોક એડવાઈઝરી કમીટિના ચેરમેન તરીકે સ્‍વ. ડાહ્યાભાઈ પટેલે નેતૃત્‍વ કર્યું હતું.
દમણ જિલ્લાના વિકાસનું આયોજન બ્‍લોક એડવાઈઝરી કમીટિ દ્વારા કરવામાં આવતું હતું. 1987 પહેલાં દમણમાં એક માત્ર જિલ્લા કલેક્‍ટર જ સર્વેસર્વા હતા. જેના કારણે જિલ્લાના આયોજનને ગોવા પણજી ખાતે મુખ્‍યમંત્રી કાર્યાલયમાં સુપ્રત કરવા પડતા હતા.
દમણમાં 1987 સુધી લોકતંત્ર જીવંત હતું. ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો અવાજ ગોવામાં સંભળાતો હતો. ગોવા દ્વારા દમણ અનેદીવની વિકાસની દૃષ્‍ટિએ કરાતી ઉપેક્ષા છતાં બંને જિલ્લાના ધારાસભ્‍યો હંમેશા શાસક પક્ષને વફાદાર રહેતા હતા. 1987માં ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકેની ઓળખ ત્‍યારની સરકારે જાળવી રાખી હતી અને દમણ અને દીવ બંનેને પ્રદેશ કાઉન્‍સિલની ભેટ આપી હતી. તત્‍કાલિન ધારાસભ્‍યોને રાજ્‍યમંત્રી સમકક્ષ પ્રદેશ કાઉન્‍સેલરનું પદ આપી તેમને પ્રદેશ કાઉન્‍સિલના વડા બનાવાયા હતા. આ પરંપરા છેક 1994 સુધી ચાલુ રહી હતી.
1994-‘95થી દમણ અને દીવમાં ટુ ટાયર પંચાયતી રાજની વ્‍યવસ્‍થાનો અમલ શરૂ થયો હતો. તે વખતે દમણ અને દીવ જિલ્લા પંચાયત એક હતી અને જિલ્લા પંચાયત સભ્‍યો ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચો પણ જિલ્લા પંચાયતના સભ્‍ય તરીકે સામેલ હતા.
ભારત સરકારે બંધારણના 73મા સુધારા અંતર્ગત અમલમાં મુકેલી પંચાયતી રાજ વ્‍યવસ્‍થાના અમલમાં અનેક ખુબીઓ અને ખામીઓ સામે આવતી રહી છે. એક સમયે દમણની ગ્રામ પંચાયતોને લગભગ બે થી અઢી કરોડની ગ્રાન્‍ટ સરકાર દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ જે તે સમયના સરપંચો, સાંસદ તથા જિલ્લા પંચાયતના અધ્‍યક્ષો અને સમિતિના સભ્‍યોએ નીતિ-નિયમોની કરેલી સરેઆમ ઉપેક્ષાના કારણે આજે પણ પંચાયતી રાજ સિસ્‍ટમ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઓક્‍સિજન ઉપરજીવી રહી છે.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તંત્રને સીધી લાઈન ઉપર લાવવા પ્રશાસન સફળ રહ્યું છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના બહુમતિ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો શિક્ષિત હોવાની સાથે નીતિ-નિયમોની મર્યાદામાં રહીને પોતાની ભૂમિકા ભજવવામાં માને છે. પરંતુ પંચાયતી રાજની સત્તામાં મુકાયેલા કાપના કારણે ઘણાં સરપંચો કે જિલ્લા પંચાયત સભ્‍યોને પોતાના આયોજન મુજબના વિકાસને ગતિ આપવામાં નિષ્‍ફળતા મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની બારિક નજર ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતના વહીવટ ઉપર રહે છે અને તેમના માર્ગદર્શન દ્વારા આવતા દિવસોમાં પ્રદેશમાં પંચાયતો વધુ લોકલક્ષી અને ગ્રામલક્ષી બને એ પ્રકારના નિર્દેશ મળશે એવી અપેક્ષાઓ પણ પ્રગટ થઈ રહી છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

બ્‍લોક એડવાઈઝરી કમીટિની ચૂંટણીમાં સ્‍વ. ડાહ્યાભાઈ પટેલને તે વખતના મગરવાડાના સરપંચ સ્‍વ. દયાળભાઈ પટેલ પડકાર આપતા હતા. પરંતુ સામ દામ ભેદ અને દંડમાં માહેર એવા સ્‍વ. ડાહ્યાભાઈ પટેલ જ બી.એ.સી.ના ચેરમેન તરીકે ચૂંટાતા હતા. પરંતુ 1984ની વિધાનસભા ચૂંટણીમાં સ્‍વ. ડાહ્યાભાઈ પટેલ અપક્ષ તરીકે લડયા હતા ત્‍યારે સ્‍વ. દયાળભાઈ પટેલ દમણમાં પહેલી વખત ભાજપની ટિકિટ લાવ્‍યાહતા. પરંતુ 1984ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના તે સમયના ઉમેદવાર અને તે સમયના ધારાસભ્‍ય સ્‍વ. નરસિંહભાઈ લલ્લુભાઈ ટંડેલનો કારમો પરાજય થયો હતો. તેઓ ત્રીજા નંબર પર આવ્‍યા હતા અને અપક્ષ તરીકે ડૉ. જીવણભાઈ પ્રભાકરનો અપક્ષ ઉમેદવાર ડાહ્યાભાઈ પટેલ સામે વિજય થયો હતો.

Related posts

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment