January 16, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પુસ્‍તકો જેવા કે વ્‍યથાના વીતક (જોસેફ મેકવાન), ઘરે બાહિરે (રવીન્‍દ્રનાથ ટાગોર), વિશ્વવાર્તા સૌરભ-અનુ (મોહન દાંડીકર) સાથે હરસિદ્ધ પટેલ, અજય પટેલ તથા અમિષા મોલેએ પરિચય કરાવ્‍યો હતો. પરિચય પુસ્‍તિકાનું વાંચન કરી મોતીભાઈ અમીન, ચાણકય, પુજ્‍ય મોટા, ડૉ. રાધાકળષ્‍ણ, ગીજુભાઈ બધેકા વગેરે નો પરિચય કરાવ્‍યો હતો. કાર્યક્રમના પ્રારંભિક ઉદબોધનમાં ક્‍લબના અધ્‍યક્ષ ડૉ. આશા ગોહિલે વ્‍યક્‍તિના જીવનમાં પુસ્‍તકોનું મહત્‍વ સમજાવી ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને પુસ્‍તકો વાંચવા માટે પ્રેરિત કર્યા હતા. ઈન્‍ચાર્જ આચાર્ય ડૉ. એસ.યુ.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પુસ્‍તકો વિશે જાણવા મળ્‍યું હતું.

Related posts

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

Leave a Comment