July 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડના વશીયર ગામે રેલવેના નવિન પુલ માટે જરૂરી જમીન સંપાદન કરવા માટે અધિકારીઓની ટીમ ડિમોલીશન કરવા આજે શુક્રવારે સવારે પહોંચી હતી. સ્‍થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડિમોલીશનની કામગીરી હાલ પુરતી પડતી મુકવામાં આવી હતી. વલસાડ નજીક આવેલ વશીયર ગામે રેલવેનો નવો પુલ બનનાર હોવાથી તે અંગે જરૂરી જમીન સંપાદન કરવા જાહેર બાંધકામ વિભાગના ઈજનેર એમ.એન. પટેલ અને તેમની ટીમ પોલીસ સાથે વશીયર ગામે ડિમોલીશન કરવા પહોંચી હતી. પરંતુ પુલ માટે જે જમીન સંપાદન થનાર હતી તેમાં 7 જેટલા સ્‍થાનિકોના મકાન આવેલા હોવાથી તેમના મકાન તૂટી જશે, તેઓ ઘર વિહોણા થઈ જશે તે મામલે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. લોકોની ઉગ્ર રજૂઆત જોતા હાલ પુરતી ડિમોલીશનની કામગીરી પડતી મુકાઈ હતી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તા.16 ડિસેમ્‍બર પછી ફરી ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવવામાંઆવ્‍યું હતું.

Related posts

ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડવા ગયેલ દાનહ એક્‍સાઈઝની ટીમ પર બુટલેગરોનો હુમલો

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

Leave a Comment