(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના સમાજ સેવક એવા સંજયભાઈ બારિયા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત 90 દિવસ પૂર્ણ તથા બ્લડ ડોનેટ કરી સમાજમાં આજના યુવાનોને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.
તા.17/9/2024 પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે બ્લડ ડોનેટ કર્યા બાદ આજે તા.18/12/2024 ના રોજ 90 દિવસ પૂરા થતા ફરીથી 116 મી વખત બ્લડ ડોનેટ કર્યું હતું. તેમના દ્વારા નિયમિત કરવામાં આવી રહેલ બ્લડ ડોનેટમાં ઉત્સાહ વધારવા મિત્ર દેવેન શાહ અને ગૌરવ પટેલે પણ સાથ આપી બ્લડ ડોનેટ કર્યું હતું. આગામી તા.17/3/3025 ના રોજ અતુલ ડે નિમિત્તે 90 દિવસ પૂરા થશે ત્યારે ફરીથી બ્લડ ડોનેટ કરીશ હોવાનું સંજયભાઈએ જણાવ્યું હતું.