Vartman Pravah
Breaking Newsદમણ

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

  • દમણ ન.પા.ના ચીફ ઓફિસર અરૂણ ગુપ્તા, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ નવિનભાઈ પટેલ સહિત ગણમાન્‍ય લોકોએ પણ લીધેલો લ્‍હાવો
  • ધર્મસિંધુ ટ્રસ્‍ટના ઉપક્રમે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં દમણના સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિતે સમજાવેલું દરિયા કિનારે શિવપૂજાનું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શનિવારે શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શિવસિંધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 108 દંપત્તિઓએ સામુહિક રીતે પાર્થિવ શિવલિંગનો શાષાોક્‍ત વિધિવિધાન સાથે અભિષેક કર્યો હતો.
મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્‍સવનો આરંભ દમણના સુપ્રસિદ્ધ આચાર્યશ્રી સંજય પંડિત દ્વારા શ્રી ધર્મસિંધુ ટ્રસ્‍ટના ઉપક્રમે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી 108 દંપત્તિઓએ શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના કર્યા બાદ સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
દમણના સમુદ્ર કિનારે લાઈટ હાઉસ બીચ ખાતે બનાવવામાં આવેલ આકર્ષક પંડાલથી સમગ્ર વિસ્‍તાર શિવમય બની ગયો હતો. આ કાર્યક્રમમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અરૂણ ગુપ્તા, દમણ જિલ્લાપંચાયતના પૂર્વ અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય વ્‍યક્‍તિઓએ ભાગ લીધો હતો.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ પણ શિવસિંધુ મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહી આરતીનો લાભ લીધો હતો.

Related posts

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

Leave a Comment