Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્‍થ મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પાવન અવસરે પૂર્ણ પુરૂષોત્તમના પરમ ભક્‍ત અને વૈશ્વિક સંત ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી શરદભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બિરાજી સ્‍વયંની અલૌકિક મધુરવાણી દ્વારા જ્ઞાનગંગાને વહેતી કરશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્‍સવમાં પોથીયાત્રા 21મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગે સાંઈબાબા મંદિર સાયલીથી નીકળી કથા સ્‍થળ ડેલકર ફાર્મ પર આવશે. ત્‍યારબાદ કથા પ્રારંભ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા દરમ્‍યાન રામ જન્‍મ, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવશે. કથા વિરામ તા. 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 3.00 વાગ્‍યાથી સાંજે 6.00 વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિકભક્‍તોને પધારવા ડેલકર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

Leave a Comment