Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

2019થી અત્‍યાર સુધી દમણ આદિવાસી સમાજના ઘણાં દિકરા-દિકરી એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ કરી રહ્યા છે જે શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિના દર્શન કરાવે છેઃ મુકેશ ગોસાવી

દમણના બી.ડી.ઓ.મિહિર જોષીની ઉત્‍સાહવર્ધક હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિ અને ચોથા જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.
દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષીની ઉત્‍સાહવર્ધક ઉપસ્‍થિતિ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, 2019માં સેલવાસના સાયલી ખાતે શરૂ થયેલ નમો મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરી આદિવાસી દિકરા-દિકરી પોતાની પહેલી પેઢીના ડોક્‍ટર બની રહ્યા છે જે નાનીસૂની ઘટના નથી. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, આ વર્ષે દમણ જિલ્લાના પાંચ આદિવાસી દિકરા-દિકરીને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળ્‍યો છે. તેમણે આદિવાસી ભાઈ-બહેનોને પોતાના સંતાનોને ભણાવવા માટે કોઈ કસર નહીં છોડવા અપીલ કરી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોથી દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં શિક્ષણ સહિત દરેક ક્ષેત્રે થયેલી પ્રગતિના કારણે આપણે ભાગ્‍યશાળી હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લાપંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન ઉપરથી પ્રેરણા લેવા તમામને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સ્‍વચ્‍છતા અને વ્‍યસન મુક્‍તિના શપથ પણ લીધા હતા. આ પ્રસંગે દમણવાડાના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, દમણ જિલ્લા બારિયા સમાજના અધ્‍યક્ષ શ્રી વિજયભાઈ બારી, દમણવાડાના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, આદિવાસી નેતા શ્રી રમણભાઈ હળપતિ, શ્રી સુભાષભાઈ પટેલ, દમણવાડાના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ, નંદઘરના ઈન્‍ચાર્જ શ્રીમતી મધુબેન બારી, શ્રીમતી નીતા મહેતા, શ્રીમતી અસ્‍મિતા પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતના સેક્રેટરી શ્રી પર્યંત જાનીના માર્ગદર્શન હેઠળ પંચાયત સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ એકાઉન્‍ટન્‍ટ શ્રી રોહિતભાઈ ગોહિલે આટોપી હતી.

Related posts

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

Leave a Comment