January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

આઝાદ હિંદ ફોજ પ્રમેતા રાષ્‍ટ્રવાદી સુભાષચંદ્ર બોઝની જન્‍મ જયંતિની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં વસતા બંગાળી પરિવારોનું કાર્યરત બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત રવિવારે વી.આઈ.એ. રક્‍તદાન શિબિર યોજાઈ હતી. કેબિનેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના શુભ હસ્‍તે દિપ પ્રાગટય કરી શિબિરનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ અને નોટિફાઈડ ચેરમેન સતષિભાઈ પટેલ, વી.આઈ.એ. પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભદ્રા, બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટના આયોજકો શુકરા ઘોષ, આલોક બોર્મ, સુબ્રતચો મુખરર્જી, અવિજીત ઘોષ અનેટીમ ઉપસ્‍થિત રહી હતી. કેમ્‍પમાં 75 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યું હતું. એકત્રિત રક્‍ત હરીયા રોટરી હોસ્‍પિટલમાં જમા કરાવીને સાચા અર્તમાં સુભાષ બોઝ નેતાજીની જન્‍મ જયંતિ ઉજવણી સાર્થક કરી હતી.

Related posts

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

vartmanpravah

Leave a Comment