સાદકપોરના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ તાલુકા પંચાયત દ્વારા સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચ શ્રી સંજયભાઈ પટેલને સોંપવામાં આવતા આ સમગ્ર પ્રકરણને સરપંચનો હોદ્દો ગુમાવનાર દશરથભાઈ પટેલ દ્વારા રાજ્યની વડી અદાલતમાં પડકારવામાં આવતા વડી અદાલત દ્વારા નોટીશ ઈસ્યુ કરી ડીડીઓ, ઉપસરપંચ, ટીડીઓ, તલાટી તથા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરનારા તમામ આઠ જેટલા સભ્યોને બીજી માર્ચ ગુરુવારના રોજ હાજર રહી જવાબ રજૂ કરવાનું ફરમાન કરવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી છે. ત્યારે સાદકપોરના સરપંચના મામલે વડી અદાલત દ્વારા આગામી દિવસોમાં કેવો હુકમ કરવામાં આવશે તેના પર સૌની નજર મંડાયેલી રહશે.