Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્‍ટરસીટી ટ્રેનમાં નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્‍સા અવારનવાર સમાજની સપાટી ઉપર ઉજાગર થતા રહે છે. કંઈક તેવો બનાવ આજે સવારે વલસાડ પ્‍લેટફોર્મ ઉપર બન્‍યો હતો. બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટી ટ્રેનમાં વાપીથી ઉપડયા પછી એક મહિલાને પ્રસૂતિની પીડા અચાનક ઉપડતા વલસાડ રેલવે પ્‍લેટ ફોર્મ ઉપર 108ની પરિચારિકાઓએ બાળકની પ્રસૂતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટી ટ્રેનમાં બોઈસરથી એક મુસ્‍લિમ પરિવાર પ્રસૂતિ માટે વલસાડ સિવિલમાં આવવા માટે આજે ગુરૂવારે સવારે નિકળ્‍યો હતો પરંતુ પરિવારની સાઈનાબેન નદીમભાઈ પઠાણને વાપી સ્‍ટેશનેથી જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. પીડા અસહ્ય વધી રહી હતી તેથી વલસાડ રેલવે સ્‍ટેશન ઉપર જ પ્રસૂતિ કરાવવાની તજવીજ તાબડતોબ રેલવે અને 108ના સ્‍ટાફના સંયુક્‍ત પ્રયાસો થકી હાથ ધરાઈ હતી. પ્‍લેટફોર્મ ઉપર જરૂરી આડશો ઉભી કરીને 108ની પરિચારિકા માનસીબેન પટેલ અને સ્‍ટાફએ સલામત પ્રસૂતિ કરાવી હતી. માતા અને નવજાત શીશુ દુરસ્‍ત રહ્યા હતા. ત્‍યારબાદ બન્નેને વલસાડ સિવિલમાં વધુ સારવાર માટેખસેડાયા હતા.

Related posts

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

Leave a Comment