Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

  • દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિએશન દમણના ઉપક્રમે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયો કાનૂની જાગૃતતા અને સમાપનકાર્યક્રમ
  • દમણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ કન્‍યા કેળવણી ઉપર પ્રસ્‍તુત કરેલી નાટિકા અને એડવોકેટ અલ્‍પા મોદીએ કન્‍યા ભ્રૂણ હત્‍યા ઉપર રજૂ કરેલો સંવેદનશીલ ચિતાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિએશન દમણ દ્વારા આજે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ નાની દમણમાં કાનૂની જાગરૂકતા અને સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં અખિલ ભારતીય જાગરૂકતા અને આંતરરાષ્‍ટ્રીય અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સરસ્‍વતી વંદનાથી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયાધીશ અને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગાર્ડિયન ન્‍યાયમૂર્તિ શ્રી એન.જે.જમાદારે આજરોજ પાન ઈન્‍ડિયા લીગલ અવેરનેસ એન્‍ડ આઉટરીચ અભિયાનના સમાપન સમારોહમાં અધ્‍યક્ષસ્‍થાનેથી પ્રવચન આપતાં જણાવ્‍યું હતું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકોના અધિકારો અને અધિકારોનું ઉલ્લંઘન અટકાવવાનો અને તેમને કાયદાકીય બાબતો વિશે જાગળત કરવાનો છે.
આ ક્રમમાં, નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની માર્ગદર્શિકા પર,2જી ઓક્‍ટોબરથી 14મી નવેમ્‍બર સુધી દેશભરમાં 45-દિવસીય પાન ઈન્‍ડિયા લીગલ અવરનેસ અને આઉટરીચ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાયદાકીય જાગળતિની સાથે સાથે સરકારી યોજનાઓ આમ જનતા સામે લાવવાનું કામ કરવામાં આવ્‍યું હતું. સ્‍વામી વિવેકાનંદ સમાખંડમાં આયોજીત 45 દિવસીય સમાપન સમારોહમાં શ્રી એન.જે.જમાદારે લોકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, આઝાદી બાદ રાજકીય અને સામાજિક જીવન માટે બંધારણની રચના કરવામાં આવી હતી. તેમણે બંધારણ વિશેની કવિતા પણ સંભળાવી હતી.
‘‘વૈસે તો એક આદમી નહી મુક્કમલ લાશ લગતા હૈ, ઈસકે ચહેરે પર ચોટ કા નિશાન લગતા હૈ”
શ્રી એન.જે જમાદારે પ્રવચનને આગળ વધારતા જણાવ્‍યું હતું કે, સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છે. બંધારણ જ છે કે જે સમાનતાનો અધિકાર, તમામને ન્‍યાય, સામાજિક, આર્થિક અને રાજકીય ન્‍યાયનો અધિકાર આપે છે. ન્‍યાય એ માત્ર અદાલતમાં આપવામાં આવતો ચુકાદો નથી. ન્‍યાય એ એક મોટી પરિકલ્‍પના છે. કારણ કે સમાજમાં અસમાનતા છે અને અસમાનતાને એક જગ્‍યાએ લાવવી અને ન્‍યાય આપવો એ એક પડકાર છે.
શ્રી જમાદારે વધુમાં જણાવ્‍યું હતું કે, કાનૂની સેવા સત્તા મંડળની રચના 25 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જ્‍યારેલોકોને ન્‍યાય માટે માત્ર વકીલો પૂરા પાડવા એ મુખ્‍ય કાર્ય હતું, પરંતુ સમય જતાં લોકોને કાયદાકીય સાક્ષરતાથી માહિતગાર કરી તેઓને ન્‍યાય મેળવવા સક્ષમ બનાવવા જરૂરી બન્‍યું છે. તેથી, કાનૂની સેવાનો વ્‍યાપ વધારીને લોકોને તેમના હક અને અધિકારો વિશે જાગળત કરવામાં આવી રહ્યા છે, જેથી તેમના અધિકારોનું ઉલ્લંઘન થતું બચાવી શકાય.
આ પહેલા દમણ-દીવ જિલ્લા અને સેશન્‍સ ન્‍યાયધીશ શ્રી પી.કે.શર્માએ કલમ 39એ નો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે રાજ્‍ય એ સુનિヘતિ કરશે કે કાયદાકીય વ્‍યવસ્‍થા એવી રીતે કામ કરે કે સમાન તકના આધારે ન્‍યાય સુલભ હોય અને ખાસ કરીને એ સુનિヘતિ કરવા માટે કે કોઈપણ નાગરિક આર્થિક કે અન્‍ય કોઈ અસમર્થતાને કારણે ન્‍યાય મેળવવાની તકથી વંચિત રહી જાય છે. ઉપરોક્‍ત વિધાન અથવા સ્‍કિમ દ્વારા અથવા કોઈ અન્‍ય રીતે, મફત કાનૂની સહાય પૂરી પાડવાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.
શ્રી જમાદારે જણાવ્‍યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ દેશનો એક મોટો વર્ગ ન્‍યાયથી વંચિત છે, જેનું મુખ્‍ય કારણ લોકો તેમના અધિકારો વિશે જાગળત નથી. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોકોની અજ્ઞાનતા દૂર કરવા અને તમામને ન્‍યાય મળે તે માટે 45 દિવસીય સાક્ષરતા જાગળતિ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું.જે દરમિયાનદમણ-દીવના ખૂણે ખૂણે 19 કાનૂની શિબિર, પ્રભાત ફેરી, બાઈક રેલી તથા 11 થી 15 વર્ષની વય જૂથની છોકરીઓ માટે ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને ઘરે-ઘરે જઈ લોકોને કાનૂની સહાયને લગતા પેમ્‍ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લાઈનમાં ઉભેલા છેલ્લા વ્‍યક્‍તિ સુધી ન્‍યાય પહોંચાડવાનો છે.
કાર્યક્રમ દરમિયાન દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતે જણાવ્‍યું હતું કે, દોઢ મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં કાયદાકીય જાગળતિની સાથે ભારત સરકાર અને કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી છે, સાથે સમાજ કલ્‍યાણ વિભાગની સાથે મહિલાઓ અને બાળકોને પણ જાગળત કરવામાં આવ્‍યા હતા.
શ્રી રાજાવતે જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનું સમાજ કલ્‍યાણ વિભાગ, લોકોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. 26 જાન્‍યુઆરીના રોજ પ્રશાસને વિવિધ યોજનાઓ હેઠળ 6 કરોડથી વધુ લાભાર્થીઓને લાભાન્‍વિત કર્યા છે. આ સાથે, મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે, કેન્‍દ્રશાસિત પ્રદેશના સ્‍વ-સહાય જૂથો(સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ)ને રોજગારના નવા પરિમાણો પણ પ્રદાન કરવામાં આવ્‍યા છે.
આ પ્રસંગે દમણ એડવોકેટ બારએસોસિએશનના પ્રમુખ શ્રી મારિયો લોપેસે પ્રાસંગિક ઉદ્‌બોધન આપતા કાનૂની જાગૃતતા માટે કરેલા પ્રયાસોની પણ જાણકારી આપી હતી.
સમારોહમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ (સિનિયર ડિવિજન) શ્રી અમિત પી. કોકાટેએ સમારંભમાં ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
કાર્યક્રમમાં દમણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ‘બેટી બચાવો બેટી પઢાવો અભિયાન’ ઉપર નાટક રજૂ કર્યું હતું. એડવોકેટ અલ્‍પા મોદીએ ભ્રૂણ હત્‍યા જેવા ગંભીર વિષય પર રજૂઆત કરી હતી. બીજી તરફ ચિત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામો આપવામાં આવ્‍યા હતા, તેમજ કેન્‍દ્રશાસિત પ્રદેશના લાભાર્થીઓને આજે વિવિધ યોજનાઓ હેઠળ લાભાન્‍વિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા બોમ્‍બે હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ શ્રી એન.જે.જમાદારની સાથે પ્રિન્‍સિપલ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ તથા એડહોક મેમ્‍બર સેક્રેટરી રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ-દીવના શ્રી પી.કે.શર્મા, દમણ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મારિયો લોપેસ, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, નાયબ જિલ્લા કલેક્‍ટર ડો. અપૂર્વ શર્મા, દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજીભાઈમકવાણા, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, બાર એસોસિએશનના સભ્‍યો, એડવોકેટ સહિત અન્‍ય આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન મહિલા એડવોકેટ શ્રીમતી અલ્‍પા મોદી અને શ્રીમતી સીમા હંસરાજે કર્યું હતું.

Related posts

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

Leave a Comment