Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

ફરાર હુમલાખોર ઈસમ મીથુ સાસોની જે દાદરા ખાતેની ગ્રોવેલ કંપનીમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને વિદ્યાર્થીનીના કાકાની રૂમમાં રહેતો હતો

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામના દેમણી ફળિયામાં રહેતી એક વિદ્યાર્થીની ઉપર એક સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે હુમલોકરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષિય વિદ્યાર્થીની કુ. પાયલ સુધીરભાઈ પટેલ રહેવાસી દેમણી નવીનગરી દાદરા. જે હાલમાં ધોરણ 12 સાયન્‍સની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. બપોરે માતા અને બહેનો સાથે વિદ્યાર્થીની જમવા માટે બેઠી હતી તે સમયે એના કાકા પરભુભાઈ પટેલની ચાલમાં રહેતા ઈસમ મીથુ સાસોની (ઉ.વ.43)નામના ઈસમ હાલ રહેવાસી દાદરા અને મૂળ રહેવાસી આસામ, જે ગામમાં જ આવેલી ગ્રોવેલ કંપનીમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે સીધો ઘરમાં ઘુસી ગયો હતો અને ચાકુ કાઢી જમવા બેસેલ પાયલકુમાર ઉપર ચાકુ વડે છાતી અને પગના ભાગે ચારથી પાંચ જીવલેણ ઘા કરી ત્‍યાંથી તાત્‍કાલિક મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો. કુ. પાયલને લોહીલુહાણ હાલતમાં જોતા તેમની માતા બેભાન થઈ ઢળી પડી હતી. બહેનોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને કુ. પાયલને દાદરાની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. કુ. પાયલના શરીરમાંથી ઘણું લોહી વહી જવાને કારણે હાલમાં તેણીની હાલત નાજુક હોવાની માહિતી મળી છે.
ઘટનાની જાણ થતાં પી.એસ.આઈ. શ્રી સોનુ દુબે અને તેમની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને મીથુ સાસોનીએ જે ચાકુ વડે હુમલો કર્યો હતો એ કબ્‍જે લઈહુમલાખોરને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
હુમલાનો ભોગ બનનાર કુ. પાયલની માતાના જણાવ્‍યા મુજબ હુમલો કરનાર મીથુ સાસોની એમના જેઠ પરભુભાઈની ચાલીમાં જ રહે છે અને અમારા ઘર પર કબ્‍જો મેળવવા માટે કદાચ આ પ્‍લાન બનાવ્‍યો હશે અને તેથી જ જો અમે બધા મટી જઈએ તો અમારી જમીન-મિલકત સીધી એમના નામે થઈ જાય. માતાએ દિકરી પ્રત્‍યે સંવેદનાભસર અશ્રુભરી સ્‍થિતિમાં જણાવ્‍યું હતું કે, મારી પુત્રી ધોરણ 12 સાયન્‍સની પરીક્ષા આપવાની છે અને હવે આ પરિસ્‍થિતિમાં કેવી રીતે પરીક્ષા આપી શકશે?
ઘટના અંગેની દાદરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment