Vartman Pravah
Other

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત: બાવીસા ફળિયાથી પસાર થતી ખાડી કિનારે બિલ્‍ડરે દિવાલ બનાવતાં વરસાદી પાણીનો પ્રવાહ રોકાવાથી રહેણાંક વિસ્‍તારોમાં પાણી ફરી વળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: સાયલી બાલદેવી દાંડુલ ફળિયા, બાવીસા ફળીયા થઈ પીપરીયા પાસે નદીને મળતી કોતર ખનકી ઉપર બાવીસા ફળિયા પંચમુખી હનુમાન મંદિર સામે કૃષ્‍ણ ટાવરની પાછળના ભાગમાં કોતરના ભાગમાં જ્‍યાંથી પાણી વહે છે. એવા આશરે 300મીટરના વિસ્‍તારમા કિનારા ઉપર માટી પૂરીને મજબૂત દિવાલનું બાંધકામ કરવામાં આવી રહેલ છે, જેના કારણે ચોમાસાના વરસાદી પાણીનું વહેણ અટકી જાય એવી પરિસ્‍થિતિ સર્જાતા અને હજારોની સંખ્‍યામાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની શક્‍યતા હોવાથી પ્રશાસન તાત્‍કાલિક ધોરણે ઉભી કરેલી સમસ્‍યા બાબતે ધ્‍યાન આપી અવરોધરૂપ કામને રોકી દેવામાં આવે તે માટે સેલવાસ નગરપાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજૂઆત કરી છે.
કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલની ફરિયાદમાં જણાવ્‍યામુજબ સાયલી બાલદેવી દાંડુલ ફળિયા, બાવીસા ફળીયા થઈ પીપરીયા પાસે નદીને મળતી કોતર ખનકી ઉપર બાવીસા ફળિયા પંચમુખી હનુમાન મંદિર સામે કૃષ્‍ણ ટાવરની પાછળના ભાગમાં કોતરના ભાગમાં જ્‍યાથી પાણી વહે છે એવા આશરે 300મીટરના વિસ્‍તારમાં કિનારા ઉપર માટી પૂરીને મજબૂત દિવાલનુ બાંધકામ કરવામાં આવી રહેલ છે જેના કારણે ચોમાસાના વરસાદી પાણીનું વહેણ અટકી જવાની પુરેપુરી સંભાવના છે. જેથી બાલદેવી ગામ વિસ્‍તારમાં જેમાં મુખ્‍યત્‍વે ખાસ કરીને દાંડુલ ફળિયા, વાઘયા ફળિયા, પાગી ફળિયા, સ્‍કૂલ ફળિયા, બ્રાહ્મણ ફળિયા, બેલિયા ફળિયા તથા બાવીસા ફળિયાનો વિસ્‍તાર તેમજ અન્‍ય ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી જે તે કોતરને માટીથી પુરીને દીવાલ કરતા બિલ્‍ડર કે ડેવલોપરનું કામ તાત્‍કાલિક અસરથી અટકાવવામાં આવે તે માટે એક નગર સેવક તરીકે તેમજ ગ્રામ્‍ય લોકો તરફથી પ્રશાસન પાસે માંગ કરીએ છીએ. આ સંદર્ભે કલેક્‍ટરશ્રી તથા નગરપાલિકાના ચીફ ઓફીસરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

Related posts

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

Leave a Comment