January 16, 2026
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્‍યા વધી જવા પામી છે. છેલ્લા 13-દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હાલે દિવસ દરમ્‍યાન વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમી અને ઉકળાટ જ્‍યારે રાત્રે તાપમાનનો પારો નીચે જતા ઠંડી અનુભવાતી હોય છે. આમ ઉનાળા શિયાળાની મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળામાં પણ વધારો થવા પામ્‍યો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્‍યા દિવસે-દિવસે વધી રહી છે. તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પણ ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચીખલી, ખેરગામ, વાંસદા, મહુવા, ગણદેવી સહિતના તાલુકાઓના ગરીબ વર્ગના લોકો માટે ખૂબ મહત્‍વની એવી ચીખલીની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં પણ દર્દીઓની સંખ્‍યા વિશેષ જોવા મળી રહી છે. આ હોસ્‍પિટલ હાલે દર્દીઓ અને તેમના સગા સબંધીઓથી ધમધમતી રહે છે. ફેબ્રુઆરીમાં આ હોસ્‍પિટલમાં 6420 જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જ્‍યારે હાલે 1 થી 13 માર્ચ દરમ્‍યાન 13 દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હોસ્‍પિટલના આરએમઓ ડો.માલતીબેનના જણાવ્‍યાનુસાર હાલે માથાનોદુઃખાવો, શરદી, ખાંસીના દર્દીઓની સંખ્‍યા વધી છે. આ ઉપરાંત છેલ્લા દસેક દિવસમાં આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્‍યામાં પણ વધારો થયો છે. 13-મી ના રોજ 385 જેટલા દર્દીઓને એક જ દિવસમાં સારવાર આપવામાં આવી છે.
—-

Related posts

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

Leave a Comment