(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેવ હ્યુમન લાઈફ સંસ્થા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંદાજીત 68 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું જેમાં 23 યુવાનોએ પ્રથમવાર રક્તદાનકર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેવ હ્યુમન લાઈફના સભ્યો છેલ્લા આઠ વર્ષથી જરૂરિયાતમંદને મદદ કરતા આવ્યા છે. દોઢ વર્ષ પહેલા સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. લોહીની કમીના કારણે કોઈપણ જગ્યાએથી લોહી નહીં મળે ત્યારે અંતિમ વિકલ્પ રૂપે ‘સેવ હ્યુમન લાઈફ’ના રક્તવીર જ એમનો સહારો હોય છે. જે કોઈપણ પ્રકારની ઓળખ વગર મદદ માટે આગળ આવે છે. આ સંસ્થા વોટ્સએપ ગ્રુપ દ્વારા ડોનરને શોધી રક્તદાન કરાવી પીડિતોને મોતના દરવાજેથી પાછા ખેંચી લાવે છે. આ રક્તદાન કેમ્પમાં ‘સેવ હ્યુમન લાઈફ’ ટીમના પ્રેસિડન્ટ વિશાલ(અપ્પુ)પટેલ, વાઇસ પ્રેસિડન્ટ ધીરજ ભાનુશાલી, સેક્રેટરી અદલા રામબાબુ નાયડુ, સેક્રેટરી મોહન કે.એસ., જીતેન્દ્ર વૈષ્ણવ, નરેન પાલીવાલ, ટ્રેઝરર આશિષ ભટ્ટ, એક્ઝિક્યુટીવ મેમ્બર નીતિન કોરડિયા, રમેશ રોહિત, અંકુર સિંઘાનિયા, ગોપાલ ભાનુશાલી, જેસલ દેસાઈ, કિરીટ પટેલ, સભ્ય રાજન ડૂબે સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.