October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આગેવાનો અને હોદ્દેદારો વચ્‍ચે ચર્ચા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.16: યુવા પેઢી સંવિધાન હક્ક અધિકારથી જાગૃત બને, આદિવાસી ઓળખ, અસ્‍મિતા,આદિવાસીયત્‍વ મટાડવા બહારથી થતી ઘુણસણખોરી અટકાવવા અને આંતરજાતીય વિવાહ અટકાવવા, નશાખોરીથી દુર રહેવા, હિંસા, આત્‍મહત્‍યાના બનાવો અટકાવવા અને મહિલાઓના મજબૂત સશકિતકરણ સહિતના 13 થી વધુ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દાદરા નગર હવેલીમાં વસતા આદિવાસી કુંકણા, કોકણી, કોકણા જ્ઞાતિ મંડળનું મહાસંમેલન આગામી તા.23 અને 24 એપ્રિલ 2023ના રોજ મહારાષ્‍ટ્રના નાંદુરી (સપ્તશળંગી ગઢ) ખાતે યોજાનાર છે. તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ધરમપુર ખાતે તા.11 માર્ચે મીટિંગ મળી હતી.
આદિવાસી કોકણા, કોકણી, કુંકણા, કુનબી(ડાંગ) સમાજની મીટિંગમાં ગુજરાતના વિવિધ જિલ્લાના કોર કમિટીના સભ્‍યો તેમજ વિવિધ જિલ્લાના સંગઠનના પ્રમુખ-મંત્રી તેમજ કુળ પરિવારના પ્રમુખ અને મંત્રી તેમજ નવસારી, વલસાડ, ધરમપુર, કપરાડા, વાંસદા, ચીખલી અને સુરત વિસ્‍તારના સમાજના અગ્રણીઓ, પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સમાજના શિક્ષિતવર્ગ સાથે વૈચારિક રાષ્‍ટ્રીય મહાસંમેલન ધરમપુરના કુંકણા સમાજના પ્રમુખ ભાણાભાઈ ભોયાના અધ્‍યક્ષસ્‍થાને રાષ્‍ટ્રીય લેવલનું મહાસંમેલન મહારાષ્‍ટ્ર ખાતે યોજાનાર છે જે પૂર્વે કોકણા, કોકણી, કુંકણા, કુનબી (ડાંગ) સમાજના રીત રિવાજો તેમજ જન્‍મ, મરણ, લગ્નના રીત રિવાજો અને શૈક્ષણિક ધાર્મિક અનેસામાજિક સમસ્‍યાઓનો ઉકેલ એક મંચ પર રજૂ કરવા માટે વિવિધ રાજ્‍યમાંથી આ રાષ્‍ટ્રીય મહાસંમેલનમાં આવનાર હોય જિલ્લા-તાલુકા-ગામો અને ફળિયામાં વિવિધ સમિતીની કામગીરી અને જવાબદારીની સમજ તેમજ તેનાથી ગામના દરેક કુટુંબ સુધી જન-જાગૃતિ દ્વારા આ માહીતિ પહોંચે તેવા આશયથી કામગીરીની વહેંચણી આ મીટિંગમાં કરી જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. તા.19/3/2023ના રોજ ફરી મળનાર ગુજરાત રાજ્‍યની કોર સમિતીની મીટિંગમાં વિવિધ જિલ્લા-તાલુકા સમિતીના કન્‍વીનરોના નામોની યાદી સાથે ધરમપુર ખાતે મળનાર બેઠકમાં સમિતીમાં આપવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાશે. આ મીટિંગમાં મણિભાઈ ભૂસારા (કેન્‍દ્રીય કોર સમિતિના સભ્‍ય), એન. કે. પઢેર, બાબુભાઈ ગાંગુડા (કોર સમિતિના સભ્‍ય, પ્રમુખ – કુંકણા સમાજ, વાંસદા), નાનુભાઈ કે.પટેલ (પ્રમુખ-કુંકણા સમાજ, વલસાડ સિટી), ધૂમ (પ્રમુખ-કુંકણા સમાજ, કપરાડા), નિલેશભાઈ નિકુળીયા (કોર સમિતિના સભ્‍ય), કાંતિભાઈ કુન્‍બી (કોર સમિતિના સભ્‍ય), ભૂપેન્‍દ્રભાઈ પવાર (પ્રમુખ-કુંકણા સમાજ, સુરત) ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ વલસાડ દ્વારા આર્થિક સહાય તથા ફ્રી મેડિકલ કેમ્‍પનું થયેલું આયોજન

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

Leave a Comment