October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

વર્કશોપમાં ઘૂસી રોકડા સહિત લાખ ઉપરાંતની ચોરી કરી: ચોરીની પોલીસે હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપીમાં ચોરીની ઘટનાઓ અટકતી નથી. ગયા અઠવાડીયે હાઈવે ઉપર પેટ સ્‍ટોર્સમાં થયેલી ચોરીની ઘટના બાદ બુધવારે મળસ્‍કે હાઈવે ઉપર કાર્યરત એક કાર વર્કશોપને તસ્‍કરે નિશાન બનાવી વર્કશોપમાં 85 હજાર રોકડા અને સરસામાન મળી એક લાખની ચોરી કરી તસ્‍કર ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરીની ઘટનામાં આગળની વધુ તપાસ હાથ ધરી છે.
શિયાળાની ઠંડીની મોસમ તસ્‍કરો માટે અનુકુળ હોય તેમ વાપીમાં એક પછી એક ચોરીની ઘટનાઓ બની રહી છે. મંગળવાર અનેબુધવારની રાતે વાપી હાઈવે ઉપર આવેલ એક કાર વર્કશોપમાં ચોર ઘૂસ્‍યો હતો. વર્કશોપમાં ઘૂસી ચોર બેટરી વડે આમતેમ ફરી શીફતથી ચોરીને અંજામ આપી રહ્યાના દૃશ્‍યો સી.સી.ટી.વી.માં કેદ થયા હતા. ઓફીસના કબાટમાં રહેલા 85 હજાર રોકડા તથા સરસામાન મળી કુલ એક લાખથી વધુ ચોરી કરી ચોર બિલ્લીપગે નિકળી ગયો હતો. ચોર ઓફીસની કાચની બારીમાંથી પ્રવેશેલો અને સીસીટીવીની દિશા પણ ચોરે ફેરવી દીધી હતી. સવારે માલિક વર્કશોપમાં આવ્‍યા ત્‍યારે ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસને જાણ કરી હતી.

Related posts

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક પંડયા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

Leave a Comment