Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલેપ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતું ખાનવેલ સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણીનું સાક્ષી બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના ઇતિહાસમાં પહેલી વખત પ્રદેશ સ્‍તરના સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે થવા જઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતા ખાનવેલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે કરવાનું નક્કી કર્યું છે.
15મી ઓગસ્‍ટ, 2023ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ખાનવેલ ખાતે પધારવાના હોવાથી ખાનવેલ, માંદોની, સિંદોની, દૂધની, દપાડા વગેરે આદિવાસી વિસ્‍તારના લોકો પણ સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્‍યામાં ઉમટી પડે એવી શક્‍યતા જોવાઈ રહી છે.

 

દમણમાં 15મી ઓગસ્‍ટ, સ્‍વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્‍યે યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણમાં 15મી ઓગસ્‍ટ, સ્‍વતંત્રતા દિવસની ઉજવણી મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્‍યે નિર્ધારિત હોવાની જાણકારી ડેપ્‍યુટી કલેક્‍ટર (જનરલ) શ્રીપ્રિયાંશુ સિંઘે એક અખબારી યાદીમાં આપી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટરે ઉપસ્‍થિત રહેવા માટે તમામ નાગરિકોને જાહેર આમંત્રણ પણ પાઠવ્‍યું છે.

Related posts

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

Leave a Comment