April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

  • કુલ 35 બેઠક પૈકી 29 ઉમેદવાર પક્ષના સિમ્બોલ પર અને 6 ઉમેદવાર કાતર, ફળની ટોપલી, બેટ, માઈક અને સ્ટૂલના ચિહ્નન સાથે મેદાનમાં ઉતર્યા 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા. 18 નવેમ્બર 

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ થનારા મતદાન અંગે હવે ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે મેદાનમાં 35 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જિલ્લાની પાંચ બેઠક પૈકી સૌથી વધુ 9 ઉમેદવારો ધરમપુર બેઠક પર છે અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ આ જ બેઠક પર જોવા મળી રહ્યા છે.

        વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 10 ઉમેદવારો હતા, જેમાંથી અપક્ષ ઉમેદવાર રાજેશ ખંડુભાઈ પટેલ (રહે. ભાંભા ગામ, તા.ધરમપુર,જિ.વલસાડ)એ ફોર્મ પરત ખેંચી લીધુ હતું. જેથી ધરમપુર સીટ પર હવે 9 ઉમેદવારો રહ્યા છે. જેમાંથી 3 તો અપક્ષ ઉમેદવારો છે. જેથી આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ જામે તેમ છે. 178- વલસાડ બેઠક પર 8 ઉમેદવારો હતો જે પૈકી અપક્ષ ઉમેદવાર ઉર્વશી રોહનભાઈ પટેલ (રહે. માસ્તર રોડ, વલસાડ)એ ફોર્મ પરત ખેંચી લેતા હવે આ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાશે. 180- પારડી બેઠક પર 7 ઉમેદવારો હતા જે પૈકી અપક્ષ ઉમેદવાર કેતન અરવિંદભાઈ પટેલ (રહે. મુક્તાનંદ માર્ગ, ચલા, વાપી)એ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા હવે 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જે 6 ઉમેદવારોમાંથી 2 અપક્ષ ઉમેદવાર છે. 181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો હતા જો કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. જો કે આ 7 ઉમેદવારો પૈકી 1 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર કુલ 6 ઉમેદવારો વચ્ચે હવે ખરાખરીનો જંગ ખેલાશે. આ બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. તમામ 6 ઉમેદવારો પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડશે. આમ જિલ્લાની પાંચેય બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે તમામ ઉમેદવારોએ મતદારોનું ગણિત ગણી તેઓને રીઝવવા માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

178- ધરમપુર (અ.જ.જા.) બેઠકના ઉમેદવારોની યાદી

ક્રમ ઉમેદવારનું નામ ઉમેદવારનું સરનામુ પક્ષ ફાળવેલુ પ્રતિક
1 અરવિંદભાઈ છોટુભાઈ પટેલ મુ.પો.દાદરી ફળિયા, કાકડકુવા, તા.ધરમપુર, જિ.વલસાડ ભારતીય જનતા પાર્ટી કમળ
2 કિશનભાઈ વી. પટેલ મુ.પો.કાંગવી,તા.ધરમપુર, જિ.વલસાડ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
3 રતિલાલ વજીરભાઈ ઠાકર્યા મુ.પો.નાની ઢોલ ડુંગરી, સકલા ફળિયુ, તા.ધરમપુર, જિ.વલસાડ બહુજન સમાજ પાર્ટી હાથી
4 કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ કોઠી ફળિયા, ધરમપુર, જિ.વલસાડ આમ આદમી પાર્ટી ઝાડુ
5 બારાત આનંદભાઈ ડુબીયાભાઈ 77-વાઘવળ, તા.ધરમપુર,જિ.વલસાડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસીસ્ટ-લેનીનીસ્ટ) (લિબરેશન) ત્રણ તારા સાથેનો ઝંડો
6 સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ મુ.આસુરા, કાનજી ફળિયુ, તા.ધરમપુર, જિ.વલસાડ ભારતીય ટ્રાયબલ પાર્ટી ઓટો રિક્ષા
7 કલ્પેશ પટેલ મુ.પો. મોટી ઢોલડુંગરી, ડુંગરી ફળિયા, તા.ધરમપુર, જિ.વલસાડ અપક્ષ કાતર
8 ગાવીત કલ્પેશભાઈ મગનભાઈ મુ.ગનવા, પટેલ ફળિયા, પો.મનાઈચોંડી, તા. ધરમપુર, જિ.વલસાડ અપક્ષ ફળો ધરાવતી ટોપલી
9 જાનુભાઈ ધાકલભાઈ કાકડ મુ.પૈખેડ,તા.ધરમપુર, જિ. વલસાડ અપક્ષ બેટ

 179- વલસાડ બેઠકના ઉમેદવારોની યાદી

ક્રમ ઉમેદવારનું નામ ઉમેદવારનું સરનામુ પક્ષ ફાળવેલુ પ્રતિક
1 કમલભાઈ શાંતિલાલ પટેલ 219, કણબીવાડ, રાબડા, તા.જિ.વલસાડ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
2 ભરતભાઈ કીકુભાઈ પટેલ પારડી પારનેરા, સરપંચ ફળિયા, તા.જિ.વલસાડ ભારતીય જનતા પાર્ટી કમળ
3 કમલેશભાઈ ભરતભાઈ યોગી રામ મંદિર,બોરડી ફળિયા, વાંકલ, ધરમપુર રોડ, તા.જિ.વલસાડ સમાજવાદી પાર્ટી સાઈકલ
4 મહેશ વિનાયકરાય આચાર્ય 6-વશિયરવેલી, અતુલ રોડ, વશિયર, તા.જિ.વલસાડ પ્રજા વિજય પક્ષ ઘડો
5 રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ પ્રાઈમરી સ્કૂલ, જેસીયા ફળિયા, વાઘલધરા, તા.જિ.વલસાડ ભારતીય રીપબ્લિકન પક્ષ ટેબલ
6 રાજેશભાઈ મંગુભાઈ પટેલ સંઘની સામે, માસ્તર રોડ, વલસાડ આમ આદમી પાર્ટી ઝાડુ
7 હેમંતકુમાર ગોપાળભાઈ ટંડેલ રહે. જુની બાવરી, સરસ્વતી સ્ટ્રીટ, કોસંબા, તા.જિ.વલસાડ રાષ્ટ્રીય સમાજ પક્ષ કપ અને રકાબી

 180- પારડી બેઠકના ઉમેદવારોની યાદી

ક્રમ ઉમેદવારનું નામ ઉમેદવારનું સરનામુ પક્ષ ફાળવેલુ પ્રતિક
1 કનુભાઈ મોહનલાલ દેસાઈ 405/4, સંકલ્પ સોસાયટી, ગુંજન રોડ, તા.વાપી, જિ.વલસાડ ભારતીય જનતા પાર્ટી કમળ
2 જયશ્રીબેન પટેલ ચાર રસ્તા, કલવાડા, તા.જિ.વલસાડ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
3 કેતનભાઈ કિશોરભાઈ પટેલ બલીઠા, દાંડીવાડ, તા.વાપી, જિ.વલસાડ આમ આદમી પાર્ટી ઝાડુ
4 સંજયભાઈ પરસોત્તમભાઈ પરમાર આમળી, નિશાળ ફળિયા, તા.પારડી, જિ.વલસાડ રાષ્ટ્રીય સમાજ પક્ષ કપ અને રકાબી
5 પટેલ નવીનકુમાર શંકરભાઈ મુ.પો.ઉમરસાડી, દેસાઈવાડ, ઢંઢોડિયા ફળિયા, તા.પારડી, જિ.વલસાડ અપક્ષ બેટ
6 પ્રવિણકુમાર ભોલાપ્રસાદ સિંહ બી-206, માનસી કોમ્પ્લેક્ષ, દેસાઈવાડ, ચણોદ, તા.વાપી,જિ.વલસાડ અપક્ષ માઈક

 181- કપરાડા બેઠકના ઉમેદવારોની યાદી

ક્રમ ઉમેદવારનું નામ ઉમેદવારનું સરનામુ પક્ષ ફાળવેલુ પ્રતિક
1 જીતુભાઈ હરજીભાઈ ચૌધરી મુ.પો.કાકડકોપર, નિશાળ ફળિયા, તા.કપરાડા, જિ.વલસાડ ભારતીય જનતા પાર્ટી કમળ
2 વસંતભાઈ બરજુલભાઈ પટેલ 43, મુ.સુખાલા, પટેલ ફળિયા, તા.કપરાડા, જિ.વલસાડ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
3 વૈચંદભાઈ લલ્લુભાઈ પટેલ મુ.પાટી, નિશાળ ફળિયુ, પો.ધોધડકુવા, તા.પારડી, જિ.વલસાડ બહુજન સમાજ પાર્ટી હાથી
4 ગુરવ કમલેશભાઈ શ્રાવણભાઈ મુ.મોટી પલસાણ, કરંજલી ફળિયુ, તા.કપરાડા, જિ.વલસાડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસીસ્ટ લેનીનીસ્ટ) (લિબરેશન) ત્રણ તારા સાથેનો ઝંડો
5 જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિત મુ.મનાલા, (બરડા), પો,ખડકવાળ, તા.કપરાડા, જિ. વલસાડ આમ આદમી પાર્ટી ઝાડુ
6 સુભાષભાઈ રડકાભાઈ પટેલ શિવમ સોસાયટી, કિલ્લા પારડી, તા,પારડી,જિ. વલસાડ રાષ્ટ્રીય સમાજ પક્ષ કપ અને રકાબી
7 ગૌરાંગકુમાર રમેશભાઈ પટેલ મુ.પો.મોટાપોંઢા,(શિંગાડ ફળિયા), તા.કપરાડા, જિ. વલસાડ અપક્ષ સ્ટૂલ

 182- ઉમરગામ બેઠકના ઉમેદવારોની યાદી

ક્રમ ઉમેદવારનું નામ ઉમેદવારનું સરનામુ પક્ષ ફાળવેલુ પ્રતિક
1 નરેશભાઈ વજીરભાઈ વળવી મુ.પો.ભીલાડ, ઘર નં. 846, નરોલી, ફાટક, ભીલાડ, તા. ઉમરગામ, જિ.વલસાડ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ હાથ
2 પાટકર રમણલાલ નાનુભાઈ પાટકર ફળિયા, મુ.પો.ધોડીપાડા, તા. ઉમરગામ, જિ.વલસાડ ભારતીય જનતા પાર્ટી કમળ
3 બોચલ હસમુખભાઈ રમણભાઈ મુ.સરીગામ, પહાડપાડ, તા.ઉમરગામ, જિ. વલસાડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, (માર્કસીસ્ટ) હથોડો,દાતરડુ અને તારો
4 અશોકભાઈ મોહનભાઈ પટેલ મુ.મમકવાડા,પો.સરઈ,તા.ઉમરગામ,જિ.વલસાડ આમ આદમી પાર્ટી ઝાડુ
5 મોહનભાઈ રવિયાભાઈ કોહકેરીયા મુ.પ્રભુ ફળિયુ, ખતલવાડા, તા.ઉમરગામ, જિ.વલસાડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસીસ્ટ લેનીનીસ્ટ) લિબ્રેસન ત્રણ તારા સાથેનો ઝંડો
6 વઘાત રવિન્દ્રભાઈ સોમાભાઈ મુ.પો.સરીગામ, બોન્ડપાડા, તા. ઉમરગામ, જિ.વલસાડ ભારતીય ટ્રાયબલ પાર્ટી ઓટો રિક્ષા

Related posts

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment