October 2, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

રાત્રે 11 વાગે ડી.જે. વગાડાઈ રહ્યું હતું તેથી પોલીસે ડી.જે. જપ્ત કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ સહિત જિલ્લામાં ગણેશ મહોત્‍સવની અંતિમ તૈયારીઓ પુરજોસમાં ચાલી રહી છે. ગણેશમંડળો દ્વારા બાપ્‍પાની નાની મોટી મૂર્તિઓ ડી.જે.ને તાલે ઉત્‍સાહભેર ગણેશ ભક્‍તો પધરામણી કરી રહ્યા છે. આજ અરસામાં તિથલ રોડ ઉપર જુની આર.ટી.ઓ. કચેરી પાસે રાતે 11 વાગ્‍યા સુધી ડી.જે. ચાલુ રાખતા સિટી પોલીસે ડી.જે. જપ્ત કરીને ડી.જે. સંચાલક અને ગણેશ આયોજક વિરૂધ્‍ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી અન્‍ય ડી.જે. સંચાલકોમાં પણ ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો.
વલસાડ જિલ્લા પોલીસે સતત શાંતિ સમિતિ અને ડી.જે. સંચાલક, ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજી છે. મિટિંગમાં પોલીસ જાહેરનામા અંતર્ગત રાતે 10 વાગ્‍યા સુધી ડી.જે. વગાડાશે તેવી સ્‍પષ્‍ટ સુચના સાથે જાહેર અપીલ કરાઈ હતી. પરંતુ રવિવારે રાતે ડી.ડી.ઓ. બંગલા પાસે તિથલ રોડ ઉપર રાત્રે 11 વાગ્‍યા સુધી ડી.જે. ચાલુ રાખવામાં આવતા કન્‍ટ્રોલ રૂમમાં ફોન આવેલ તેથી પી.આઈ. જયદીપ સોલંકી ઘટના સ્‍થળેપ હોંચ્‍યા હતા. ડી.જે. જપ્ત કરીને જાહેરનામાના ભંગ બદલ ગણેશ મંડળ આયોજક સ્‍ટેમ્‍પ પુરુષોત્તમ ઠાકોર અને ડી.જે. સંચાલક મનીષ નાનુભાઈ પ્રજાપતિ રહે.અતુલ વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Related posts

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

Leave a Comment