January 16, 2026
Vartman Pravah
Other

પારડી નીરવાળા રો-હાઉસમાં 8 ફૂટ ઊંચાઈથી શ્રમિક નીચે પટકાતા ઘાયલ

ગંભીર રીતે ઘાયલ શ્રમિક પારડી કુરેશી હોસ્‍પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડીના ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતા સુરેશભાઈ ગટુભાઈ હળપતિ ઉ.વ.41 પારડી કોલેજની બાજુમાં આવેલા નીરવાળા રો-હાઉસ ખાતે મજૂરી કામે આવ્‍યો હતો. જ્‍યાં કામ કરતા કરતા અચાનક 8 ફૂટ ઉંચાઈથી નીચે પટકાઈ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે કોન્‍ટ્રાકટરરણજીતભાઈ પારડી કુરેશી હોસ્‍પિટલ ખાતે લાવતા તેને હોસ્‍પિટલના આઈસીયુ વોર્ડમાં બેભાન અવસ્‍થામાં વેન્‍ટીલેટર પર સારવાર રાખવામાં આવ્‍યા છે. સુરેશભાઈને માથાના પાછળના ભાગે, ગળાના ભાગે તેમજ મણકાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોય આ બાબતની ફરિયાદ સુરેશભાઈના ભત્રીજા ગુલાબભાઈએ પારડી પોલીસ મથકે કરતાં પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

નરોલી બ્રાહ્મણ ફળીયામાં ‘‘ક્રાઇમ બ્રાન્‍ચમાંથી આવું છું” કહી બે વ્‍યક્‍તિ બંદુકની અણીએ ઘરમાંથી ચોરી કરી ફરાર થવાની બનેલી ઘટના

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

Leave a Comment