September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના પાટી ગામેથી સાત ટન ખેરના લાકડા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ ક્રાઇમ બ્રાન્‍ચને માહિતી મળી હતી કે પાટી ગામે ખેરના ગેરકાયદેસર લાકડા ખાલી થઈ રહ્યા છે. જેના આધારે પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ ધસી જઈ તપાસ કરતા પીકઅપ ટેમ્‍પો નંબર ડીએન-09 આર-9435માંથી ખેરના લાકડા નીચે ઉતારવામાં આવેલા જોવા મળ્‍યા હતા. ટેમ્‍પો સાથે ઉભેલ બે વ્‍યક્‍તિઓને પૂછપરછ કરતા આ ખેરના લાકડા માટે એમની પાસે કોઈપણ પાસ પરમીટ ન હતા, અને આ લાકડા વાસોણા અમરુનપાડા ગામના સંજય ગોપાલજી તુમડાની ખેતીની જમીનમાં રાખવામાં આવ્‍યા હતા. સંજય તુમડાના પુત્ર પ્રદીપ સંજય તુમડા અને ડ્રાઇવર પ્રતિક શૈલેષ પટેલ – રહેવાસી નાની તંબાડી, ગુજરાતની વધુ પૂછપરછ કરતા તેમણે જણાવ્‍યું હતું કે ચંદ્રકાંત ઉર્ફે તાલા, રહેવાસી- નાની તંબાડી. જે ખેરના લાકડાનો મુખ્‍ય દાણચોર છે અને સંજય ગોપાળ તુમડાની જમીનમાં લાકડાનો જથ્‍થો રાખવા માટે જગ્‍યા આપે છે. પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉતે ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ વિભાગના અધિકારી શ્રી ધવલ ગાવિત અને એમનીટીમે પીકઅપ ટેમ્‍પો સહિત 7345 કિલો ખેરના લાકડા જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુનેગારોને સી.જે.એમ. સેલવાસ સમક્ષ રજૂ કરવામાં આવતા વધુ તપાસ માટે મેજિસ્‍ટ્રેટ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

Leave a Comment