Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીની સમાજસેવી સંસ્‍થા સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ અને સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 14ના સભ્‍ય શ્રી કિશનસિંહ પરમાર અને એમની ટીમ દ્વારા દૂધની નિવાસી સુનિલ ખંજોડિયા દ્વારા નિર્મિત એલઇડી બલ્‍બ વોર્ડ નંબર 14ના ગરીબ આદિવાસી લોકોને મફતમાં વિતરણ કરવામા આવ્‍યા હતા.
સંસ્‍થાનો ઉદેશ્‍ય સ્‍વરોજગાર અને આત્‍મનિર્ભર ભારતને પ્રોત્‍સાહન આપવાનો છે અને આપણાપ્રદેશના સુનિલ ખાનજોડીયા જેવા સાહસી યુવા આદિવાસી ભાઈની મહેનતને આર્થિક સહયોગ કરવાનો છે.
સંસ્‍થા દ્વારા એ પણ સંદેશો આપવામા આવ્‍યો છે કે આપણે દરેક સ્‍વદેશી વસ્‍તુઓનો ઉપયોગ કરે અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્ન લોકલ ફોર વોકલને આપના પ્રકારના સહયોગથી સાકાર કરવા માટે બળ મળશે.

Related posts

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્‍ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્‍યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્‍પાદક

vartmanpravah

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment