વિશ્વના ટ્રાવેલ માર્કેટને ટચૂકડાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવના વિકાસને નિહાળી પેદા થયેલું આકર્ષણ
ભારત સરકારના પર્યટન મહાનિર્દેશક મુગ્ધા સિંહાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંપૂર્ણ સમર્થન અને સહકારની આપેલી ખાતરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.06 – પ્રવાસન વિભાગ, દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયન પેવેલિયન ખાતે સહપ્રદર્શક તરીકે એક્સેલ, લંડન ખાતે 5 નવેમ્બરથી 7મી નવેમ્બર, 2024 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM)માં ભાગ લઈ રહ્યા છે. પેવેલિયનનું ઉદ્ઘાટન ભારતના હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી અને પર્યટનના મહાનિર્દેશક સુશ્રી મુગ્ધા સિંહા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઘણાં પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવામાં આવ્યા છે જે દાદરા નગર હવેલી અને દમણ-દીવના કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રગતિમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાઅવિરત પ્રયાસોને કારણે યુ.ટી. એડમિનિસ્ટ્રેશન ભારતમાં DNH & DDને એક અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે અને છેલ્લા 8 વર્ષમાં વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવ્યું છે જેણે પ્રવાસનને ઝડપથી વેગ આપ્યો છે. WTM લંડન ખાતે સ્ટેન્ડ નંબર N10-220 પર DNH & DD ટુરિઝમની મુલાકાત લઈ શકાય છે. સ્ટેન્ડની મુલાકાત ડાયરેક્ટર જનરલ ઓફ ટુરીઝમ, ટુરીઝમ મંત્રાલય, ભારત સરકાર સુશ્રી મુગ્ધા સિંહા દ્વારા લેવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન વિભાગે પ્રવાસનને વેગ આપવા માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી. જેમાં દેવકા ખાતે અત્યાધુનિક અનોખા નમો પથનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે તે આ વિકાસનું મુખ્ય ઉદાહરણ છે. પર્યટન મહાનિર્દેશકશ્રીએ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંપૂર્ણ સમર્થન અને સહકારની ખાતરી આપી હતી. વધુમાં, DNH & DD અને લક્ષદ્વીપના યુ.ટી.ના તમામ મુખ્ય પ્રવાસી આકર્ષણો WTM ઇવેન્ટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે. પ્રવાસન વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ પણપ્રવાસન મંત્રાલય, ભારત સરકાર અને રાજ્ય સરકારોના પ્રવાસન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી ‘ઇન્ડિયા ચલો’ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. વિભાગ વિદેશી પ્રવાસીઓ અને રોકાણકારોને આકર્ષવા, વૈશ્વિક પ્રવાસ ઉદ્યોગના ખેલાડીઓ સાથે ભાગીદારી બનાવવા, DNH & DD અને લક્ષદ્વીપ બંને યુ.ટી.ના પ્રવાસી આકર્ષણોનું પ્રદર્શન અને પ્રોજેક્ટ કરવા માંગે છે. અન્ય રાજ્ય સરકારો સાથે WTM, 2024માં ભાગ લેવો એ દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ગર્વની ક્ષણ હતી.