(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાનહની હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાં ઉત્સવ થીમવાળી ફ્રેશર ઈવ પરિચય-2024 નવા બેચના વિદ્યાર્થીઓના સ્વાગત કરવા માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના અધ્યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વિશેષ અતિથિ અને ઉપપ્રમુખ શ્રી એ.ડી. નિકમ અને લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી કુલદિપસિંહ મુન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જોઈન્ટ સેક્રેટરી શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, મેનેજમેન્ટ કમિટિના સભ્ય ડો. છત્રસિંહ ચૌહાણ, લાયન્સ ઈંગ્લિશ સ્કૂલના આચાર્ય નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના પ્રિન્સીપાલ ડો. સીમા પિલ્લાઈ, વાઈસ પ્રિન્સીપાલ ડો. જાનવી આરેકર, હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. શિલ્પા તિવારી અને એકેડેમિક કાઉન્સિલના પ્રમુખ ડો. નિશા પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની ઘોષણા પ્રભારી આચાર્ય શિલ્પા તિવારીએ કરી હતી. બાદમાં વિવિધ સાંસ્કળતિક કળતિઓ, સ્વાગત નૃત્ય, ભારતના તહેવાર, સમૂહ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. બાદમાં એફવાયએલએલબીના જેફીન સંતોષ અને સુશ્રી કરીના પાંડાએ મિસ્ટરફ્રેશર એ મિસ ફ્રેશરનો ખિતાબ જીત્યો હતો.
બાદમાં વાર્ષિક પત્રિકા વિધાન-2024ના ત્રીજા સંસ્કરણનુ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં પાછલા વર્ષની સિદ્ધિઓ દર્શાવતા આ મેગેઝિનનું સહાયક પ્રોફેસર એકતા તોમરે સંપાદિત કર્યું હતું જેમણે મુખ્ય સંપાદક તરીકે સેવા આપી હતી.
કોલેજના અધ્યક્ષ શ્રી ફતેહસિંહજી ચૌહાણે તેમના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મૂલ્યવાન માર્ગદર્શન આપી ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. તેમણે મહિલા સશક્તિકરણ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, સંસ્થામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા હવે પુરૂષ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધી ગઈ છે – તે દર્શાવે છે કે મહિલાઓ કેવી રીતે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. જ્યારે ઉપાધ્યક્ષ શ્રી એ.ડી. નિકમે પણ નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
ડૉ. નિશા પારેખના હૃદયપૂર્વકના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. હવેલી સંસ્થાના આઈકેસી સંયોજક લક્ષ્મી નાયર, એચઓડી એલએલબી એકતા તોમર, એચઓડી નિર્ણેશ નાયડુ, આસિસ્ટન્ટ પ્રોફેસર રિંકી યાદવ, સૌરભ સત્યમ, ખુશ્બુ મિશ્રા જૈન, શ્રેયા પાઠક, ગિરિજા સિંહ, જીસસ કોલાકો, હરેશ રાઉત, રોહિદાસ જાધવ અને દિપ્તી તિવારીએ તેમની જવાબદારી સારી રીતે નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.