Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

તણસીયા નવીનગરી ફળીયામાં રહેતો વિપુલ રમણભાઈ પરવાડીયાનું સારવાર દરમિયાન વલસાડ સિવિલમાં મોત

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ધરમપુરના ધસારપાડા ચોકડી પાસે બે બાઈક સામસામે ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં એક બાઈક સવાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ધરમપુરના તણસીયા નવીનગરી ફળીયામાં રહેતો વિપુલ રમણભાઈ પરવાડીયા ઉ.વ.25 શનિવારે પોતાની બાઈક નં.જીજે 15 3852 લઈને ધરમપુર વાંકલ ગામે ગયો હતો. કામ પતાવી ઘરે જવા નિકળેલ ત્‍યારે ધસારવાડા ચોકડી પાસે સામેથી આવી રહેલ બાઈક સાથે બાઈક ભટકાતા વિપુલ નીચે પટકાતા ગંભીર હાલતમાં ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. જ્‍યાં સારવાર દરમિયાન રવિવારે વિપુલનું કરુણ મોત નિપજ્‍યું હતું. પરિવારના યુવાન પૂત્રનું અકાળે મોત નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Related posts

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

Leave a Comment