April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા કઝાકિસ્‍તાનમાં યોજાનારી પ્રતિષ્ઠિત એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે હરિયાણાના રોહતક ખાતે આયોજીત ભારતીય યુવા બોક્‍સિંગ ટીમની પસંદગી કસોટીમાં દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે 63-67 કિગ્રા વજન વર્ગની રાષ્ટ્રીય સ્‍પર્ધામાં કરેલું શાનદાર પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા કઝાકિસ્‍તાનમાં યોજાનારી પ્રતિષ્ઠિત એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે ભારતીય યુવા બોક્‍સિંગ ટીમની પસંદગીની કસોટી, તા.12 થી 15 એપ્રિલ દરમિયાન નેશનલ બોક્‍સિંગ એકેડમી રોહતક-હરિયાણા ખાતે લેવામાં આવી હતી. આ પસંદગી કસોટીમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીઅને દમણ અને દીવના બોક્‍સર સુમિતની 63-67 કિગ્રા વજન વર્ગની રાષ્ટ્રીય સ્‍પર્ધામાં સારા પ્રદર્શનને કારણે પસંદગી કરવામાં આવી હતી. પસંદગીની કસોટીમાં, કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારે શાનદાર પ્રદર્શન કર્યું અને 63-67 કિગ્રા વજન વર્ગમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું અને ભારતીય યુવા બોક્‍સિંગ ટીમમાં પોતાનું સ્‍થાન મેળવ્‍યું છે.
આ પસંદગી કસોટીમાં દેશના વિવિધ રાજ્‍યોમાંથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય કક્ષાના યુવા બોક્‍સિંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જ્‍યાં સંઘપ્રદેશના બોક્‍સર સુમિતે અનુભવી બોક્‍સરોને હરાવીને પોતાનું સ્‍થાન નિヘતિ કર્યું છે. પ્રથમ રાઉન્‍ડમાં કપરા મુકાબલામાં સુમિતે સર્વિસીસ સ્‍પોર્ટ્‍સ કંટ્રોલ બોર્ડના બોક્‍સરને 4-1થી હરાવ્‍યો હતો અને બીજા રાઉન્‍ડમાં સુમિતે ચંદીગઢના બોક્‍સરને 5-0થી હરાવીને એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપ-2024 માટે ભારતીય બોક્‍સિંગ ટીમમાં પોતાનું સ્‍થાન નિヘતિ કર્યું છે. સુમિતે પોતાના પ્રદર્શનથી કેન્‍દ્ર શાસિત પ્રદેશનું નામ રોશન કર્યું છે. એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ -2024 માટે બોક્‍સરની પસંદગી થવી એ આ કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે ગર્વની વાત છે.
અત્રે નોંધનીય છે કે સુમિત પ્રતિષ્ઠિત યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024માં મેડલ જીતનાર કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી છે.
વિભાગના બોક્‍સિંગ પ્રશિક્ષક શ્રી વિજયપહલે અપેક્ષા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશનો સ્‍ટાર બોક્‍સર સુમિત કુમાર કઝાકિસ્‍તાનમાં યોજાનારી પ્રતિષ્ઠિત એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024માં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરશે અને મેડલ જીતશે અને સંઘપ્રદેશ તેમજ ભારતને ગૌરવ અપાવશે.

Related posts

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah

Leave a Comment