Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.04: ઇનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર) ખાતે બેયર વાપી પ્રા. લી. ના સહયોગ થી તા. 02/05/2023 ના રોજ વર્લ્ડ અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ વિધ્યાર્થીઓએ ભાગ લીધો.
આ વર્કશોપમાં મેન્ટર ગાયત્રી બિષ્ટ એ વિદ્યાર્થીઓને અસ્થમા ૨૦૨૩ની થીમ “Asthma for all” ને ધ્યાનમાં લઈને એક્ટિવિટી કરાવી તથા અસ્થમા વિષે પ્રેઝેંટેશન આપી વિદ્યાર્થીઓને અસ્થમા થવાનું કારણ અને એની અસર ફેફસાંના કયા ભાગમાં થાય એ જણાવ્યુ. વધુમાં, એમને વિદ્યાર્થીઓને અસ્થમાનાં નિવારણ અને એમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વિષે માહિતી આપી. મેન્ટર દ્વારા ફેફસાંનું મોડેલ દ્વારા વિધ્યાર્થીઓને સ્વાસ-ઉછ્વાસ ની ક્રિયા વિષે જ્ઞાન આપ્યું. ત્યારબાદ, તેઓને અસ્થમાં રોગનાં તાત્કાલિક નિવારણ માટેની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment