October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

અચાનક ભરતીનું પાણી ફરી વળતા પાણીમાં ખેંચાઈ જવાથી રાજ ટંડેલનું મોત નીપજ્‍યું: ગામ લોકોએ સતકર્તા વાપરી ભરતીના વળતાં પાણી આગળ જાળ બાંધતા લાશ ઘટના સ્‍થળેથી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્‍કૂલ ફળિયા ખાતે રહેતા રાજ અરવિંદભાઈ ટંડેલ ઉંમર વર્ષ 19 અને દક્ષ યશવંતભાઈ ટંડેલ બંને મિત્રો આજરોજ બપોરના ઘર નજીક આવેલ કોથરખાડીમાં ન્‍હાવા માટે ગયા હતા.
આ દરમિયાન ભરતીના પાણી અચાનક ફરી વળતા રાજ ભરતીના પાણીમાં ખેંચાઈ જતા પાણીમાં ડૂબી ગયો હતો જ્‍યારે દક્ષ પાણીની બહાર નીકળી જતા બચી ગયો હતો.
ઘટનાની જાણ થતા પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ.ડી. ડોડીયા તથા પારડી મામલતદાર આર. આર. ચૌધરી પણ ઘટના સ્‍થળે ઘસી ગયાહતા.
ભરતીને લઈ પાણી વધી જતા ડૂબી ગયેલ રાજને શોધવામાં ઘણી તકલીફ પડી હતી પરંતુ ગામજનોએ સતકર્તા વાપરી ભરતીના વળતાં પાણીમાં લાશ અન્‍ય જગ્‍યાએ વહી ન જાય જેને લઈ જાળ બિછાવતા રાજની લાશ જાળમાં અટકી જતાં ઘટના સ્‍થળેથી જ લાશ મળી આવી હતી.
પારડી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment