July 28, 2026
Vartman Pravah
Other

વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલનુ સીબીએસઈ બોર્ડનુ 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: સીબીએસઈ બોર્ડનુ ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ, સામાન્‍ય પ્રવાહ અને હ્યુમાનિટીસનુ પરિણામ જાહેર થયું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલનુ ધોરણ દસ અને ધોરણ બારનુ પરિણામ 100 ટકા આવ્‍યું હતું. શાળામાં ધોરણ દસના કુલ 154 વિદ્યાર્થીઓ અને ધોરણ બારના કુલ 131 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમા ધોરણ દસના વિદ્યાર્થી આદિત્‍ય રાકેશ પંડિતા 95 ટકા સાથે પ્રથમ ક્રમે, દ્વિતીય ક્રમે હર્ષ મનિષ રાજપુરોહિત 94 ટકા સાથે તેમજ તૃતિય ક્રમે ધનંજય યાદવ 92 ટકા સાથે ઉત્તિર્ણ થઈ શાળાનુ નામ રોશન કર્યું. જ્‍યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી અભય કુમાર સિંગ 96 ટકા સાથે પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે રંજન કુમાર શર્મા 85.60 ટકા તેમજ તૃતિય ક્રમે ભાવેશ શીમ્‍પી 85.20 ટકા સાથે ઉત્તિર્ણ થયા. જ્‍યારે સામાન્‍ય પ્રવાહની વિદ્યાર્થીની ઉષા સીંગ 94 ટકા સાથે પ્રથમ ક્રમે, દ્વિતીય ક્રમે કશિશ રમેશ સિંગ 93 ટકા તેમજ ગણેશ રામા પંઢેરે 92.20 ટકા સાથે ઉત્તિર્ણ થયા. હ્યુમાનિટીસ વિભાગમાં પ્રથમ ક્રમે લીના જાદવ 86.60 ટકા તેમજ દ્વિતીય ક્રમે ખુશી શુક્‍લા 79.60 ટકા સાથે ઉત્તિર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું. શાળાના મેનેજમેન્‍ટ તેમજપ્રિન્‍સિપાલ શ્રીમતી બીની પોલે શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા.

Related posts

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

દમણઃ દાભેલના આગેવાન ગુલાબભાઈ પટેલની 6 જેટલી ગેરકાયદે બિલ્‍ડીંગ/ઈમારતોના ડિમોલીશનનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

vartmanpravah

Leave a Comment