Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પતિ પત્‍ની વચ્‍ચેના સામાન્‍ય ઝઘડામાં સામરપાળાના 50 વર્ષીય આધેડે ઘર છોડ્‍યું : દસ દિવસ પછી પણ પિતા મળી ન આવતા પુત્રએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના સામરપાડા સામરી ફળિયા ખાતે રહેતા ભરતભાઈ મોતીભાઈ પટેલ ઉંમર વર્ષ 50 પોતાના ઘર સામરપાડા ખાતે જ છેલ્લા 20 વર્ષથી રીક્ષા રીપેરીંગનું કામ કરે છે.
તારીખ 4-12-2023 ના રોજ પત્‍ની વનીતાબેન જોડે સામાન્‍ય બોલાચાલી થતા ભરતભાઈ પોતાની રીક્ષા નંબર જીજે 15 વાય 8034 માં રીક્ષા રીપેરીંગનો સામાન લઈ ઘર છોડીને ચાલ્‍યા ગયા હતા.
ભરતભાઈનો છોકરો અંકિત તથા પત્‍ની વનિતાએ આજુબાજુ સગા સંબંધીઓ તથા અન્‍ય દરેક જગ્‍યાએ ભરતભાઈને શોધવા છતાં મળી ન આવતા આજે દસ દિવસ બાદ ભરતભાઈના છોકરા અંકિતે પિતા ગુમ થયાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાવી હતી.
ભરતભાઈ ઘઉં વર્ણના પાતળા બંધાના અને શરીરે સફેદ બ્‍લુ લીટી વાળોલાંબી બાયનો શર્ટ અને કાળા કલરનું ટ્રેક પેન્‍ટ અને ચંપલ પહેર્યું હોય જો કોઈને ભરતભાઈ અંગે જાણ કે માહિતી મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment