January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.૧૫: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧-૦૫-૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની યોજનાઓના અલગ અલગ ઘટકો જેવા કે વેલાવાળા શાકભાજીના કાચા/અર્ધપાકા/પાકા મંડપ બનાવવા માટે સહાય, જૂના બગીચાઓનું નવીનીકરણ/નવસર્જન કેનોપી મેનેજમેન્ટ માટે સહાય, પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ)માં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ, મિશન મધમાખી કાર્યક્ર્મ, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, ગ્રીનહાઉસ/નેટહાઉસમાં બાંધકામમાં સહાય,પ્લગ નર્સરી/નર્સરીમાં સહાય, પક્ષી/કરા સામે સંરક્ષણ નેટમાં સહાય, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક વાવેતર માટે,વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક વાવેતર માટે સહાય, ટીસ્યુકલ્ચર ખારેક્ની ખેતીમાં સહાય, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર, ડ્રીપ ઈરીગેશન માટેના પાણીના ટાંકા, નવી ટીસ્યુકલ્ચર લેબની સ્થાપના, રાઈપનીંગ ચેમ્બર, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઈનના ઇંન્ડકશન અને આધુનિકરણ માટે સહાય, ટૂલ્સ/ઈકવીપમેંન્ટ શોર્ટીગ ગ્રેંડીગ સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સ, ઔષધીય/સુગંધીત પાકોના વાવેતર માટે સહાય, પેકીંગ મટીરીયલ ખરીદીમાં સહાય, કંદ ફૂલો, દાંડી ફૂલો, ઈકો ફ્રેન્ડલી લાઈટ ટ્રેપ, પ્લાસ્ટીક મલ્ચ લેઈંગ મશીન,પ્રી-કૂલીંગ યુનિટ, નિકાસકારોને બાગાયતી પાકો (કેરી)ની રેડીયેશન પ્રકિયા માટે સહાય, હાઈબ્રીડ શાક્ભાજી વાવેતર માટે સહાય, છૂટા ફૂલપાક, કેળ (ટીસ્યુ) અને પપૈયા વાવેતર માટે, પ્રાઈમરી/મોબાઈલ/મીનીમલ પોસેસિંગ યુનિટ, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા તાલીમ, ટ્રેકટર (૨૦ PTO HP સુધી) અને પાવર ટીલર (BHP થી વધુ), નર્સરીની માળખાગત સુવિધા વધારવામાં સહાય, વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો, ફળપાક પ્લાન્ટિંગ મટિરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વપરાતા વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, સરગવો/નાળિયેરીના વાવેતરમાં સહાય, મસાલાપાકો (રાઈઝોમેટીક સ્પાઈસ)ની વાવેતરમાં સહાય, રેફીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, બાયોકંટ્રોલ લેબોરેટરીની સ્થાપના માટે સહાય જેવી વિવિધ કાર્યરત યોજનાઓનો લાભ લઈ શકાશે.
આ યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૧-૦૦ વાગ્યાથી સાંજના ૫-૦૦ વાગ્યા દરમિયાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિંન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે દિન -૧૫ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક વલસાડ શાખાની સામે, તિથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખેડૂતો મિત્રોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા બાગાયત ખાતાની કચેરીના ફોન નંબર ૦૨૬૩૨-૨૪૩૧૮૩ ઉપર રૂબરૂ કે ટેલીફોનીક સંપર્ક કરી શકાશે એમ નાયબ બાગાયત નિયામક, વલસાડની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment