Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

વાઘલધરા પાણી પુરવઠા જૂથ યોજના માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

જિલ્લાને સ્‍પર્શતા વિવિધ રજૂઆતના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી

દિવાળી પહેલા બિન સરકારી અનુદાનિત શાળાઓના નિવૃત્ત કર્મીઓને ચોથો હપ્તો ચૂકવાશે

ધરમપુર-વલસાડ રોડની તાકીદે મરામત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.01: વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક તા.30 સપ્‍ટેમ્‍બરના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રાઆગ્રેની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં વિવિધ પ્રશ્નોની હકારાત્‍મક ચર્ચા કરવામાં આવી હતી. જેનો સત્‍વરે ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કપરાડા તાલુકાના બોર્ડર વિલેજમાં આવતા સુથારપાડા ગામમાં એટીએમ મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અંગે ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીના ગત બેઠકના પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી જેમાં લીડ બેંકના મેનેજરે જણાવ્‍યું કે, આ બાબતે ઉચ્‍ચ અધિકારીએ એટીએમ વેન્‍ડર પાસે સાઈટ ફિઝિબિલિટી રિપોર્ટ માંગ્‍યો હતો, જેમાં આ જગ્‍યા નાણાકીય વ્‍યવહારની સુરક્ષાની દ્રષ્ટીએ યોગ્‍ય ન હોવાનું જણાવ્‍યું હતું. તેમ છતાં ઉચ્‍ચ અધિકારીઓને ફરી એક વાર આ મુદ્દે રજૂઆત કરી છે.
વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે દિવાળી નજીક હોવાથી બિન સરકારી અનુદાનિત શાળાઓના નિવૃત્ત કર્મચારીઓને ચુકવવાનો બાકી ચોથો હપ્તો વહેલીતકે ચૂકવવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી જે સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્‍યું કે, નિવૃત્ત કર્મચારીઓના શાળા તરફથી રજૂ કરવામાં આવેલા બિલો જિલ્લા તિજોરી કચેરીમાં ચૂકવણા માટે રજૂકરી દેવામાં આવ્‍યા છે. વલસાડ સિવિલ હોસ્‍પિટલ થઈ સેગવી, મગોદ, ભગોદ જતો કોસ્‍ટલ હાઈવે પર મગોદથી ભગોદસુધીનો રસ્‍તો એકદમ ખરાબ હોવાથી મરામત માટે ધારાસભ્‍યએ રજૂઆત કરતા આર એન્‍ડ બી (સ્‍ટેટ)ના કાર્યપાલક ઈજનેરે રોડ પર પડેલા ખાડામાં મેટલ પેચની કામગીરી ચાલુ હોવાનું જણાવ્‍યુ હતું. તિથલ રોડ પર જિલ્લા પંચાયત કોલોની કે જ્‍યાં હાલમાં જિલ્લા કક્ષાની લાઈબ્રેરી બની છે તેની સામે જિલ્લા પંચાયતના ખંડેર મકાન તુટી પડવાથી અકસ્‍માતનો ભય રહેતો હોવાનું ધારાસભ્‍ય ભરતભાઈએ જણાવતા આર એન્‍ડ બી (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્‍યું કે, આ કવાર્ટસ ભયજનક હાલતમાં હોવાથી કોર્ડન કરી નોટીસ લગાવી મકાન તોડવાની કાર્યવાહી ચાલુ છે. વલસાડ તાલુકાના દાંડી ગામની પ્રાથમિક શાળાના 7 ઓરડા મંજૂર થયા બાદ તેનું કામ બંધ હોવાનું ધારાસભ્‍યશ્રીએ રજૂઆત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફેબ્રુઆરી-2024 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્‍યું હતું. ડુંગરી રેલવે ઓવરબ્રિજની અને બાયપાસ રોડની મંથરગતિએ ચાલતી કામગીરી બાબતે ધારાસભ્‍ય ભરતભાઈએ પ્રશ્નરજૂ કરતા આર એન્‍ડ બી (સ્‍ટેટ)ના કાર્યપાલક ઈજનેરે બ્રિજ અને સર્વિસ રોડ બંનેની કામગીરી ઓક્‍ટોબર 2023 સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. વલસાડ તાલુકાની ગ્રામ પંચાયતોને નાણાં પંચની ગ્રાન્‍ટમાંથી ટેમ્‍પો અને ટ્રેકટર ફાળવવામાં આવ્‍યા છે પરંતુડ્રાઈવરનો પગાર કેવી રીતે ચૂકવાશે એવો પ્રશ્ન ધારાસભ્‍ય ભરતભાઈએ કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)એ નાણા પંચની ગ્રાન્‍ટમાંથી ડ્રાઈવરનો ખર્ચ કરી શકાય તેમ જણાવ્‍યું હતું. વાઘલધરા પાણી પુરવઠા જુથ યોજના (દમણગંગા આધારિત) કામ કયારે પૂર્ણ થશે એવો પ્રશ્ન ધારાસભ્‍યએ કરતા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરે માર્ચ 2024 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હોવાનું જણાવ્‍યું હતું.
ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરે જીઆઈડીસીની કંપનીઓમાં અન્‍ય રાજ્‍યોના કામદારોને સ્‍થાને સ્‍થાનિકોને રોજગારી આપવા વીઆઈએ, એસઆઈએ અને યુઆઈએ સાથે બેઠક કરી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. ભીલાડ ને.હા.નં. 48 ઉપર અંડરપાસ બ્રિજમાં લાઈટ તથા સાફ સફાઈની વ્‍યવસ્‍થા કરવા ધારાસભ્‍ય રમણલાલ પાટકરે અને ગત બેઠકમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અલકાબેન શાહે પણ રજૂઆત કરી હતી. જે અંગે એન.એચ.એ.આઈ ભરૂચના કાર્યપાલક ઈજનેરે જણાવ્‍યું કે, બ્રિજની સફાઈ કરી લાઈટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્‍યશ્રી પાટકરે રૂા.2 કરોડ 47 લાખના ખર્ચે બનેલો નગવાસ- અંકલાસ રોડ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પસાર થતા હેવી વાહનોને કારણે બિસ્‍માર બન્‍યો હોવાથી મરામત કરવા અને ઉમરગામના કોસ્‍ટલ હાઈવે પર રખડતા ઢોરબેસતા હોવાથી અકસ્‍માતના બનાવો અટકાવવા સરીગામની સંસ્‍થાને 10 એકર જમીન ફાળવવા માટે રજૂઆત કરી હતી.
ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે ધરમપુર-વલસાડ રોડ અત્‍યંત જર્જિરત હોવાની રજૂઆત કરી હતી. આર એન્‍ડ બી (સ્‍ટેટ)ના અધિકારીએ કામગીરી સત્‍વરે પૂર્ણ કરવા ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈએ વલસાડ જિલ્લામાં સબ જલ બનાવવા માટે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતની સામાજિક ન્‍યાય સમિતિના માજી અધ્‍યક્ષ ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગામતળના દાખલા માંગવા બાબતનો પ્રશ્ન ગત બેઠકમાં રજૂ કર્યો હતો, જે સંદર્ભે ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્‍યું કે, ગામતળના દાખલા સામાન્‍યપણે માંગવામાં આવતા નથી પરંતુ જે કનેકશન આપવાનું હોય તે જમીન ખેતીવાડીની છે કે ગામતળની છે તેના સ્‍પષ્ટીકરણ માટે જરૂરી હોય છે. જો કે હવે આ પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે.
ભાગ-2 માં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્‍વરે ઉકેલ આવે તે માટે કલેકટરે તાકીદ કરી હતી.
બેઠકમાં સાંસદ ડો.કે.સી.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.જ્‍હાં, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ ડી.જે.વસાવા, કેતુલ ઈટાલીયા, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment