October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06: પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ જિલ્લા કલેકટર શ્રી બ્રમ્‍હાના નેતૃત્‍વ હેઠળ તા.01 જૂન 2023 ના રોજથી ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયેલ છે. જેમાં દીવ જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને દીવ જિલ્લાના લોકો આ સર્વેમાં પોતાના ઘરના સભ્‍યોની માહિતી આપી રહ્યા છે.


આ સર્વે અંતર્ગત આજરોજ તા.06 જૂન 2023 ના રોજ દીવ જિલ્લા કલેકટર શ્રી બ્રમ્‍હાદ્વારા સર્વે કામગીરીની મુલાકાત લેવામાં આવી હતી. કલેકટર શ્રી બ્રમ્‍હા દીવ શહેરમાં એટલે કે અર્બન અરિયામાં ચાલી રહેલ ઈવનીંગ સેસનના સર્વે કરતા કમચારી/વોલેન્‍ટીયર સાથે રહીને ઓનલાઈન સર્વે માટે માર્ગદર્શન અને દિશા સુચન આપ્‍યા, તેમજ સર્વે કાર્યમાં જોડાયેલ તમામ કમચારી/વોલેન્‍ટીયરને પ્રોત્‍સાહિત કર્યા. તેમજ કલેકટરશ્રી, દીવ જિલ્લાના નાગરિકો સાથે પણ રૂબરૂ થયા અને દીવ જિલ્લાના નાગરીકોને આ સર્વેમાં વધુમાં વધુ સહયોગ આપવા અનુરોધ કર્યો અને દરેક નાગરિકોને આસ્‍વાશન આપ્‍યું કે તમામ ઓનલાઈન માહિતી સરકાર દ્વારા ગુપ્ત રાખવામાં આવશે. તેથી દીવ જિલ્લાના નાગરિકો અને રહીશો આવનાર દિવસોમાં પોતાના ઘરના સભ્‍યોની માહિતી, આધારકાર્ડ અને મોબાઈલ નંબર, આ ડિજિટલ માધ્‍યમથી મોબાઈલ એપ દ્વારા નિヘતિંપણે અને ગભરાયા વિના આ સર્વે કરતા કર્મચારીને આપે. નાગરીકોના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સરકાર દ્વારા ગોપનીય રાખવામાં આવશે. તેમજ કલેકટરશ્રી દ્વારા વધુમાં જાણવામાં આવ્‍યું કે, આ તમામ માહિતીનો ઉપયોગ દીવ જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરવામાં આવશે તેમજ દીવ જિલ્લાને ડિજિટલ અને આધુનિક સ્‍વરૂપ આપવા મદદરૂપ થશે.

Related posts

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment