April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023 કાર્યક્રમમાં દાનહના 320, દમણના 110 અને દીવના 27 અધિકારીઓ સહિત 457 આરોગ્‍ય વિભાગના કર્મચારીઓને માસ્‍ટર ટ્રેનરની આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં આજથી પ્રદેશમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023 કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં દમણ જિલ્લામાં આ સર્વે માટે સરકારી એન્‍જિનિયરીંગ કોલેજના સભાખંડમાં અને સેલવાસમાં નમો મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં બપોરે 2:30 વાગ્‍યાથી તાલીમ કાર્યક્રમનો આરંભ થયો હતો. જ્‍યારે દીવ જિલ્લાના તાલીમાર્થી વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયા હતા. દમણ જિલ્લામાં આયોજીત તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા કલેક્‍ટર(હેડ ક્‍વાર્ટર) શ્રી મોહિત મિશ્રા તથા સેલવાસમાં હિમાની ઉપસ્‍થિત રહ્યા હતા.
સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023 કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના 320, દમણના 110 અને દીવના 27 અધિકારીઓ સહિત 457 આરોગ્‍ય વિભાગના કર્મચારીઓને તાલીમઆપવામાં આવી હતી. જેઓ અધિકારી માસ્‍ટર ટ્રેનરના રૂપમાં કામ કરશે તથા તમામ આશા કાર્યકર્તાઓ અને સ્‍વયંસેવકોને આગળની તાલીમ આપવા માટે જવાબદારી નિભાવશે. આ તાલીમ કાર્યક્રમ 1.5 દિવસનો રહેશે.
તાલીમ દરમિયાન જણાવવામાં આવ્‍યું હતું કે, આ સર્વે સંઘપ્રદેશમાં વસતા કુટુંબોના આરોગ્‍ય અને કલ્‍યાણ અંગેનું મૂલ્‍યાંકન કરવા માટે સંઘપ્રદેશ પ્રશાસનનો એક મહત્‍વનો પ્રયાસ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ સંઘપ્રદેશમાં વિવિધ આરોગ્‍ય સૂચકાંકો, લોકો સુધી આરોગ્‍ય સેવાઓની પહોંચ અને સંઘપ્રદેશની સમગ્ર આરોગ્‍ય સેવા પ્રણાલી સાથે સંબંધિત સર્વગ્રાહી ડેટા ભેગા કરવાનો છે.
અત્રે આયોજીત ઉદ્‌ઘાટન સત્રમાં જણાવવામાં આવ્‍યું હતું કે, તાલીમના પહેલાં ચરણમાં માસ્‍ટર ટ્રેનર એટલે કે, પીએચસી/સીએચસી/યુપીએચસીના પ્રભારી સારવાર અધિકારી, સામુદાયિક આરોગ્‍ય અધિકારી(સીએચઓ), સહાયક નર્સ અને મિડવાઈફ (એએનએમ) તથા આરોગ્‍ય સેવા સાથે જોડાયેલ કર્મચારીઓને સર્વે પ્રોટોકોલ, ડેટા સંગ્રહની પધ્‍ધતિ, સર્વે દરમિયાન નમ્ર વર્તન, સર્વે ઉપકરણો અને ટેક્‍નોલોજીના ઉપયોગ પર ગહન નિર્દેશ અને માર્ગદર્શન આપવામાં આવશે. ત્‍યારબાદ આ માસ્‍ટર ટ્રેનર આશા વર્કરોને તાલીમ આપશે, જે સર્વેનું નોડલ એકમ હશે.
આ બાબતે બહોળી માહિતી આપતાં જણાવાયુંહતું કે, સર્વે કામગીરી દરમિયાન ભેગા કરવામાં આવેલ આંકડાઓની સચોટતા, વિશ્વસનીયતા અને ગોપનીયતાની ખાતરી કરવા માટે તાલીમ કાર્યક્રમને સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવ્‍યો છે. વધુમાં જણાવાવ્‍યું હતું કે, આ તાલીમ લ્‍ચ્‍ષ્‍ખ્‍ રૂરલ ફાઉન્‍ડેશના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ ફાઉન્‍ડેશન પ્રદેશમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે માટે એપનો વિકાસ તથા તાલીમમાં ટેકનીકલ મદદ પણ કરી રહ્યું છે.
તાલીમ કાર્યક્રમના ઉદ્‌ઘાટન સત્રમાં જણાવવામાં આવ્‍યું હતું કે, આ સર્વે પાછળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો ઉદ્દેશ્‍ય કુટુંબોના આરોગ્‍યની સ્‍થિતિ વિશે સંપૂર્ણ જાગૃતિ, આરોગ્‍ય સંબંધિત સમસ્‍યાઓની ઓળખ કરવાનો છે અને આરોગ્‍ય સેવાઓમાં સુધારો કરવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાની છે. તેનું મહત્‍વ સમજાવતા, એવું કહેવામાં આવ્‍યું હતું કે સર્વેના પરિણામો સંઘદેશમાં ભાવિ આરોગ્‍ય સંભાળ આયોજન અને સંસાધનોની ફાળવણી માટે મહત્‍વપૂર્ણ આધાર તરીકે કામ કરશે.
ઉદ્‌ઘાટન સત્ર દરમિયાન વધુમાં જણાવવામાં આવ્‍યું હતું કે સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023માં સંઘપ્રદેશના દાદરા નગર હવેલી, દમણ અને દીવના ત્રણેય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમાં માતૃ અનેબાળ આરોગ્‍ય, પોષણ, ચેપી રોગો, બિન-ચેપી રોગો, માનસિક આરોગ્‍ય, આરોગ્‍ય સંભાળનો ઉપયોગ અને આરોગ્‍ય સુવિધાઓની ઍક્‍સેસ સહિત આરોગ્‍ય સંબંધિત પાસાઓની વિશાળ શ્રેણીને આવરી લેશે. સર્વે પદ્ધતિમાં સામાજિક-આર્થિક વસ્‍તી વિષયક, આરોગ્‍ય સંબંધિત ડેટા ભેગા કરવાનો અને એક બહોળો અહેવાલ તૈયાર કરવા માટે એકત્રિત કરવામાં આવેલી માહિતીનું વિશ્‍લેષણ કરવાનો સમાવેશ થશે. આ બધું એપ આધારિત એન્‍ટ્રીઓ દ્વારા ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે અને સર્વેની દૈનિક પ્રગતિ પ્રેસનોટ દ્વારા જાહેર કરવામાં આવશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે – 2023ના સફળ અમલની ખાતરી કરવા માટે પ્રતિબધ્‍ધ છે. સ્‍થાનિક સમુદાયો, આરોગ્‍ય સેવા સાથે જોડાયેલ લોકો તથા હિતધારકોનો સહયોગ અને ભાગીદારીથી આ સર્વે દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિવાસીઓના આરોગ્‍યની સુખાકારી અને તેમના જીવનની ગુણવત્તામાં સુધાર લાવવામાં મહત્‍વપૂર્ણ ભાગ ભજવશે.

Related posts

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

Leave a Comment