December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

અંડર-19 છોકરાઓની ટીમે પ્રથમ લીગ મેચમાં બિહાર અને મધ્‍યપ્રદેશની ટીમને 2-1 અને 2-1ના સ્‍કોરથી આપેલી માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હી અનેમધ્‍ય પ્રદેશના ભોપાલ અને ગ્‍વાલિયરમાં યોજાઈ રહેલી 66મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ અંડર-19 સ્‍પર્ધામાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની 131 સભ્‍યોની ટીમ પણ ઉત્‍સાહથી ભાગ લઈ રહી છે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓની રાજ્‍ય કક્ષાએ કેન્‍દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓના વધુ સારા પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવી છે.
રાષ્‍ટ્રીય શાળાકીય રમત સ્‍પર્ધામાં, કેન્‍દ્ર શાસિત પ્રદેશના ખેલાડીઓ એથ્‍લેટિક્‍સ, યોગાસન, બોક્‍સિંગ, બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ, ટેનિસ, ચેસ અને તાઈકવૉન્‍ડો જેવી વ્‍યક્‍તિગત રમતોમાં અને ટીમ ઈવેન્‍ટ્‍સમાં ફૂટબોલ, વૉલીબોલ, ખો-ખો અને કબડ્ડીમાં ભાગ લઈ રહ્યા છે. આ 131 સભ્‍યોની ટીમની સાથે 28 સપોર્ટ સ્‍ટાફને પણ મોકલવામાં આવ્‍યો છે.
ગ્‍વાલિયરમાં આયોજિત નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ સ્‍પર્ધાના ત્રીજા દિવસે બેડમિન્‍ટન સ્‍પર્ધામાં કેન્‍દ્ર શાસિત પ્રદેશના અંડર-19 છોકરાઓના ખેલાડીઓ રિશોન શિબુ, પાર્થ જોષી, હર્ષ ચુડાસમા, પાર્થ પાટે, ઇકરામુલ નુરએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ લીગ મેચમાં બિહારને 2-1ના સ્‍કોરથી હરાવીને ગ્‍વાલિયરમાં જીત મેળવી હતી. જ્‍યારે છોકરાઓની બીજી લીગ મેચ મધ્‍યપ્રદેશની ટીમ સાથે રમાઈ હતી, જેમાં મધ્‍યપ્રદેશની મજબુત ટીમને કઠીન મુકાબલામાં 2-1થી હરાવી હતી અને સ્‍પર્ધામાં મજબુતદાવેદરી નોંધાવી હતી. હવે કેન્‍દ્ર શાસિત પ્રદેશની બેડમિન્‍ટન ટીમ તેની છેલ્લી લીગ મેચ ઝારખંડ સાથે રમશે.

Related posts

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

Leave a Comment