Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્‍યું બાંધકામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગુજરાત અને દાદરા નગર હવેલી સેલવાસની બોર્ડર ઓઝર ગામે કંપની દ્વારા માર્ગ પર ગેરકાયદે બાંધકામ થકી વાહન વ્‍યવહાર મુશ્‍કેલીઓમાં મુકાયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત અને દાદરા નગર હવેલી સાથે હજારો કામદારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારે વાહનો લઈને અવર જવર થતી હોય છે. સંઘ પ્રદેશ હોવાથી ગુજરાતમાંથી અનેક પ્રવાસીઓ અવર-જવર થતી હોય છે. નેશનલ હાઈવે મોટાપોંઢાથી બોર્ડર 3 કિમિ છે. સંઘ પ્રદેશને જોડતો માર્ગ હોવાથી ભારે માત્રામાં વાહનોની અવર-જવર થતી હોય છે ત્‍યારે કંપની દ્વારા રોડ માર્જિન દીવાલ કરી વાહનો પાર્કિંગ બનાવવામાં આવ્‍યું છે. કંપની માલની હેરાફેરી માટે રોડ પર વાહનો ઉભી રાખવામાં આવે છે. મોટાપોંઢા ઓઝર ગામમાં અનેક નાના મોટા અકસ્‍માત થાય છે. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કામ ગ્રામપંચાયત કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી અકસ્‍માતની ઘટના બની ના શકે.

Related posts

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment